Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

ટ્રેન આવવામાં મોડી પડે તો રેલવે કરશે યાત્રીઓને ભોજન-પાણીની વ્યવસ્થા

સમયની ચોક્કસાઇ, સફાઇ અને કેટરિંગ પર સતત ધ્યાન આપશે ભારતીય રેલ્વે:નવી સુવિધા આપવા તૈયારી

 

નવી દિલ્હી : રેલવે તંત્ર યાત્રીઓને સુવિધા આપવા નવી નવી યોજના પર કામ કરી રહયું છે રેલમંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે, રેલ્વેની તરફથી સમયની ચોક્કસાઇ, સફાઇ અને કેટરિંગ પર સતત ધ્યાન આપવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે, ત્રણેય મુદ્દાઓ પર આપણે સાતેય જોનમાં રિવ્યું પુરો કરી ચુક્યા છીએ. ટુંક સમયમાં વસ્તુઓ પર જોર આપવામાં આવશે અને સુધાર પણ જોવા મળશે.

  તેમણે કહ્યું કે, અમારી ઇચ્છા છે કે, સાફ - સફાઇને વધારવામાં રેલ્વેની મહત્વની ભાગીદારી છે યાત્રીઓને સફાઇ વધારવામાં રેલ્વેની મહત્વની ભાગીદારી હોય છે. યાત્રીઓએ સફાઇ પ્રત્યે જાગૃતતા લાવવાનો પ્રયાસ કરાશે તેમણે જણાવ્યું કે પ્રકારની વ્યવસ્થા પર કામ કરી રહ્યા છીએ જેમાં જો ટ્રેન ખાવનાં સમયે લેટ થાય તો યાત્રીઓનાં ભોજન અને પાણીની વ્યવસ્થા રેલ્વે દ્વારા કરવામાં આવશે.         
 
અત્રે ઉલ્લેખનીય છે કે, એપ્રિલમાં રેલ્વે રાજધાની અને દુરાંતો ટ્રેન લેટ થાય તેવામાં યાત્રીઓને પાણીની બોટલ આપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી

રેલ્વે દ્વારા નિયમોમાં પરિવર્તન કરવામાં આવ્યું છે કે જો રાજધાની અથવા દુરાંતો દ્વારા મુસાફર કરવા દરમિયાન ટ્રેન મોડી પડે તો તમારી યાત્રામાં 20 કલાક કરાત વધારે સમય લાગે છે તો તમારે પાણીની વધારાની બોટલ આપવામાં આવશે. હાલ રાજધાની, દુરાંતો અને શતાબ્દી ટ્રેનો દ્વારા મુસાફરી કરનારા મુસાફરોને સીટ પર બેઠા બેઠા રેલ્વે નીરની પાણીની બોટલ અને ડિસ્પોઝેટ કપ મળે છે. યાત્રા કરતા વધારે સમય લાગે તો પાણીની બોટલ હવે નિશુલ્ક આપવામાં આવશે.

 

(12:00 am IST)