Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

ભારતના જરૂરિયાતમંદ બાળકોની વહારે ઇન્‍ડિયન અમેરિકન દંપતિ સુશ્રી પૂર્વી પડીયા તથા શ્રી હર્ષ પડીયા : UNICEF દ્વારા ન્‍યુયોર્ક મુકામે લોચીંગ કરાયેલા LION પ્રોજેક્‍ટને ગ્રાન્‍ટ તથા સમર્થન

ન્‍યુયોર્ક : ભારતના જરૂરિયાતમંદ બાળકોની વહારે ઇન્‍ડિયન અમેરિકન દંપતિ આવ્‍યું છે. સુશ્રી પૂર્વી પડયા તથા શ્રી હર્ષ પડીયાએ UNICEF દ્વારા લોંચીંગ કરાયેલા ‘‘લાયન'' પ્રોજેક્‍ટ માટે ગ્રાન્‍ટ મંજુર કરી છે. તથા સમર્થન ઘોષિત કર્યુ છે.

૩૦ મે ૨૦૧૮ ના રોજ શ્‍ફત્‍ઘ્‍ચ્‍જ્‍ દ્વારા ન્‍યુયોર્કમાં લોંચ કરાયેલા આ  પ્રોજેક્‍ટ અંતગતિ ગુજરાત, ઓડિસા, મહારાષ્‍ટ્ર, ઝારખંડ, કર્ણાટક, જમ્‍મુ અને કાશ્‍મીર, ઉત્તર પ્રદેશ તથા છત્તીસગઢના છત્ર વિહોણા બે લાખ જેટલા બાળકોને રક્ષણ પુરૂ પાડવામાં આવશે તથા તેમની પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડવામાં આવશે પ્રોજેક્‍ટના લોચીંગ સમયે હોલીવુડ અભિનેત્રી સિના મિલ્લર તથા શ્‍ફત્‍ઘ્‍ચ્‍જ્‍ પ્રેસિડન્‍ટ કેરીલ સ્‍ટર્ન હાજર રહ્યા હતાં. (૪૬.૪)

(8:54 am IST)