Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

ગુજરાત ટાઈટન્સે 5 વિકેટે બેંગ્લોર સામે 169 રનનો લક્ષ્યાંક રાખ્યો : હાર્દિક પંડ્યાએ શાનદાર અડધી સદી

ગુજરાતે 20 ઓવરના અંતે 5 વિકેટ ગુમાવીને 168 રન બનાવ્યા

મુંબઈ : IPL  2022 ની 67મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત ટાઈન્ટસ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનુ પસંદ કર્યુ હતુ. ગુજરાતની શરુઆત સારી રહી નહોતી. ઓપનર શુભમનન ગિલ અને મેથ્યૂ વેડેની વિકેટ ઝડપથી પાવર પ્લેમાં જ ગુમાવી દીધી હતી. જોકે બાદમાં હાર્દિક પંડ્યા અને ડેવિડ મિલરે સ્થિતીને સંભાળી હતી. 20 ઓવરના અંતે 5 વિકેટ ગુમાવીને 168 રન ગુજરાતે નોંધાવ્યા હતા.

આમ તો રિદ્ધીમાન સાહાની બેટીંગ પ્રથમ બોલથી જ જબરદસ્ત રહેતા ગુજરાતની ટીમની શરુઆત સારી રહેવાની આશા હતી. પરંતુ ગ્લેન મેક્સવેલે ડાઇવ લગાવીને ઝડપેલા આશ્વર્યજનક કેચ વડે આઉટ થઈને શુભમન ગિલે 1 જ રન નોંધાવીને પરત ફરવુ પડ્યુ હતુ. મેથ્યૂ વેડેએ પણ સારી શરુઆત કરી હતી. પરંતુ એ પણ ઝડપથી આઉટ થયો હતો. વેડેએ 13 બોલનો સામનો કરીને 16 રન નોંધાવ્યા હતા. જેમાં તેણે 2 ચોગ્ગા અને 1 છગ્ગો જમાવ્યો હતો.

રિદ્ધિમાન સાહા નવમી ઓવરના ત્રીજા બોલ પર રન આઉટ થયો હતો. હાર્દિક કવર્સ તરફ બોલ રમ્યો હતો. તે રન માટે દોડ્યો પણ પછી અટકી ગયો, સાહા મૂંઝવણમાં હતો, તેથી ફાફ ડુ પ્લેસિસે સીધા થ્રો વડે બેલ્સ ઉડાવી દીધી અને સાહા સ્ટ્રાઈકરના અંત સુધી પહોંચે તે પહેલાં તેને આઉટ કરી દીધો હતો. તે 22 બોલમાં 31 રન બનાવીને પરત ફર્યો હતો. તેણે પોતાની ઇનિંગમાં ચાર ચોગ્ગા અને એક સિક્સર ફટકારી હતી.

હાર્દિક પંડ્યા અને ડેવિડ મિલરે સારી ભાગીદારી રમત દર્શાવી હતી. બંનેએ ભાગીદારીમાં અડદી સદી નોંધાવી હતી. જોકે મિલરને વાનિન્દુ હસારંગાએ 17મી ઓવરમાં શિકાર કર્યો હતો. મિલર 25 બોલમાં 34 રન 3 છગ્ગાની મદદ થી નોંધાવીને પરત ફર્યો હતો. ત્યાર બાદ રાહુલ તેવટિયા હાર્દિક પંડ્યાને સાથ પુરાવવા માટે ક્રિઝ પર આવ્યો હતો. પરંતુ તે ઝડપથી જ પરત ફરી ગયો હતો.

(9:52 pm IST)