Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

GST કાઉન્‍સિલની ભલામણો કેન્‍દ્ર અને રાજ્‍ય સરકારો માટે બંધનકર્તા નથી

કેન્‍દ્ર અને રાજ્‍ય સરકાર બંને GST મામલે કાયદો બનાવી શકે છે : સુપ્રીમ કોર્ટે મહત્‍વનો નિર્ણય સંભળાવ્‍યો

નવી દિલ્‍હી, તા.૧૯: GST કાઉન્‍સિલની ભલામણોને લઈને સુપ્રીમ કોર્ટે આજે મોટો નિર્ણય સંભળાવ્‍યો છે. ગુરુવારે સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું છે કે GST કાઉન્‍સિલની ભલામણો કેન્‍દ્ર અને રાજ્‍ય સરકારો માટે બંધનકર્તા નથી. એટલે કે કેન્‍દ્ર સરકાર અને રાજ્‍ય સરકારો પણ GST કાઉન્‍સિલની ભલામણોથી વિપરીત નિર્ણય લઈ શકે છે. તમને જણાવી દઈએ કે, આ નિર્ણય ડીવાય ચંદ્રચુડની અધ્‍યક્ષતાવાળી બેન્‍ચે આપ્‍યો છે.
આજના નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે એ પણ સ્‍પષ્ટ કર્યું છે કે કેન્‍દ્ર અને રાજ્‍ય સરકાર બંને GST મામલે કાયદો બનાવી શકે છે. સુપ્રીમ કોર્ટે નોંધ્‍યું છે કે GST કાઉન્‍સિલની ભલામણો સહયોગી ચર્ચાઓનું પરિણામ છે. ફેડરલ સિસ્‍ટમમાં, તે જરૂરી નથી કે એક પાસ હંમેશા ઉચ્‍ચ ધોરણ ધરાવતો હોવો જોઈએ. GST કાઉન્‍સિલે ઉકેલ લાવવા માટે એકસાથે કામ કરવું જોઈએ.
કોર્ટે અવલોકન કર્યું છે કે કેન્‍દ્ર અને રાજ્‍યો દ્વારા બનાવવામાં આવેલા કાયદામાં તફાવત હોય ત્‍યારે પરિસ્‍થિતિઓને સંબોધવા માટે GSCTમાં આવી કોઈ જોગવાઈ નથી. જો આવી સ્‍થિતિ ઉભી થાય તો GST કાઉન્‍સિલ તેમને યોગ્‍ય સલાહ આપે છે.
તમને જણાવી દઈએ કે, સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય ગુજરાત હાઈકોર્ટના ૨૦૨૦ના નિર્ણયને ધ્‍યાનમાં રાખીને આવ્‍યો છે. ત્‍યારબાદ ગુજરાત હાઈએ તેના ચુકાદામાં રિવર્સ ચાર્જ હેઠળ દરિયાઈ માલના આયાતકારો પર IGST વસૂલવાનું રદ કર્યું.
મેઘાલયના મુખ્‍ય પ્રધાન કોનરાડ સંગમાની આગેવાની હેઠળના પ્રધાનોના જૂથે કેસિનો, રેસ કોર્સ ઓનલાઈન ગેમિંગને ૨૮% GST હેઠળ લાવવા પર સર્વસંમતિ સાધી છે. આ રિપોર્ટ એક-બે દિવસમાં નાણામંત્રી નિર્મલા સીતારમણને સોંપવામાં આવશે. જે બાદ તેને GST કાઉન્‍સિલની આગામી બેઠકમાં મૂકવામાં આવશે.

 

(3:29 pm IST)