Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

કેરળ હાઈકોર્ટના ઈતિહાસમાં સૌપ્રથમવાર સાત મહિલા જજ : જસ્ટિસ શોબા અન્નમ્મા એપેને આજે કેરળ હાઈકોર્ટના એડિશનલ જજ તરીકે શપથ લેતા મહિલા જજની સંખ્યા સાત થઇ : હાઈકોર્ટમાં કુલ જજની સંખ્યા 38 થઇ જે પૈકી મહિલા જજની સંખ્યા 20 ટકા જેટલી


કેરળ : કેરળ હાઈકોર્ટના ઈતિહાસમાં સૌપ્રથમવાર સાત મહિલાઓ જજ તરીકે બિરાજમાન થઇ છે. જસ્ટિસ શોબા અન્નમ્મા એપેને ગઈકાલ બુધવારે ચાર્જ સંભાળ્યા બાદ કેરળ હાઈકોર્ટમાં હવે ઈતિહાસમાં પ્રથમ વખત સાત મહિલા જજ છે.

કેરળ હાઈકોર્ટમાં હવે નીચેની મહિલા ન્યાયાધીશો છે: જસ્ટિસ અનુ શિવરામન, જસ્ટિસ સોફી થોમસ, જસ્ટિસ વી શિરસી, જસ્ટિસ શોબા અન્નમ્મા એપેન, જસ્ટિસ એમઆર અનીતા, જસ્ટિસ મેરી જોસેફ અને જસ્ટિસ સીએસ સુધા
જસ્ટિસ શોબા .

જે પૈકી અન્નમ્મા એપેને આજે કેરળ હાઈકોર્ટના એડિશનલ જજ તરીકે શપથ લીધા હતા. મુખ્ય ન્યાયાધીશની કોર્ટમાં યોજાયેલા સંક્ષિપ્ત સમારોહમાં કાનૂની સમુદાય દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જસ્ટિસ એપેનના શપથ લેતાની સાથે જ કેરળ હાઈકોર્ટમાં પ્રથમ વખત એક જ સમયે સાત મહિલા ન્યાયાધીશો હોવાનો રેકોર્ડ સર્જાયો હતો. હાઈકોર્ટમાં હવે 38 જજ છે.

ઉલ્લેખનીય છે કે જસ્ટિસ અન્ના ચાંડી ભારતમાં હાઈકોર્ટના પ્રથમ મહિલા જજ હતા અને તેઓ કેરળના હતા. તેમજ સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા જજ જસ્ટિસ એમ. ફાતિમા બીવી પણ કેરળના રહેવાસી હતા.તેવું એલ.એલ.એચ.દ્વારા જાણવા મળે છે.

 

(1:15 pm IST)