Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

પતંજલિનો મોટો નિર્ણય : રૂચી સોયાને ૬૯૦ કરોડમાં વેંચી દીધો રિટેલ બિઝનેસ

પતંજલિએ જ રૂસી સોયાને હસ્‍તગત કરી'તી

નવી દિલ્‍હી તા. ૧૯ : બાબા રામદેવની કંપની પતંજલી આયુર્વેદ લીમીટેડ પોતાનો ખાદ્ય વસ્‍તુઓનો રીટેઇલ બીઝનેસ પોતાના જ ગ્રુપની કંપની રૂચી સોયાને ૬૯૦ કરોડમાં વેચશે. કંપનીએ આ પગલુ બિનખાદ્ય, પારંપરિક દવાઓ અને વેલનેસ સેકટરના ધંધા પર ધ્‍યાન આપવાની રણનીતિ હેઠળ લીધું છે. પતંજલી ગ્રુપે રૂચી સોયાને નાદારી પ્રક્રિયા હેઠળ ટેઇક ઓવર કરી હતી.

રૂચી સોયાએ શેરબજારોને જણાવ્‍યું કે, પતંજલી આયુર્વેદ લીમીટેડના ખાદ્ય બીઝનેસના વેચાણમાં ઘટાડાના આધાર પર તેણે આ ધંધાના ટેઇક ઓવર માટે કંપની સાથે બીઝનેસ ટેઇકઓવર સમજૂતી કરી છે. ખાદ્ય ઉત્‍પાદન બીઝનેસમાં ઉત્‍પાદન, પેકેજીંગ, લેબલીંગ અને અમુક ખાદ્ય ઉત્‍પાદનોના રીટેઇલ વેપાર સહિત હરિદ્વાર અને મહારાષ્‍ટ્રના નેવાસા ખાતેની ઉત્‍પાદન ફેકટરી પણ સામેલ છે.

ટેઇક ઓવર સમજૂતિ ૬૯૦ કરોડ રૂપિયામાં થશે. ડાયરેકટર બોર્ડે કંપનીનું નામ રૂચી સોયા ઇન્‍ડસ્‍ટ્રીઝ લીમીટેડમાંથી બદલાવીને પતંજલી ફૂડસ લીમીટેડ કરવાની મંજુરી પણ આપી દીધી છે.

ગયા મહિને રૂચી સોયાને જણાવ્‍યું હતું કે, ડાયરેકટર બોર્ડે પતંજલી આયુર્વેદ લીમીટેડના ખાદ્ય બીઝનેસને પોતાની સાથે ભેળવવાની સૌથી સારી રીતે નક્કી કરવા માટે સૈધ્‍ધાંતિક મંજૂરી આપી દીધી છે. પતંજલી ગ્રુપે નાદારી પ્રક્રિયા દ્વારા ૨૦૧૯માં રૂચી સોયાને ૪૩૫૦ કરોડમાં ટેઇક ઓવર કરી હતી.

(10:58 am IST)