Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

કોરોના ગાઈડલાઈનનું પાલન છતાં લગ્નમાં સંક્રમિત થયો વરરાજા: 23 દિવસ બાદ મોત

મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાની ઘટના: લગ્નના ચાર દિવસ બાદ વરરાજા કોરોના પોઝિટીવ :તેની માતા પણ પોઝિટીવ નીકળી

મધ્યપ્રદેશના રાજગઢના પચોર શહેરમાં રહેવાશી 25 વર્ષીય અજય શર્માના 25 એપ્રિલે લગ્ન થયા હતા. 29 એપ્રિલે તેનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો એટલું જ નહીં પરંતુ તેની માતા પણ પોઝિટીવ નીકળી. રિપોર્ટ બાદ અજયને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરાયો હતો પરંતુ ત્યાં પણ તેની તબિયત સારી ન થતા તેને ભોપાલની હોસ્પિટલમાં દાખલ કરાયો હતો જ્યાં એક અઠવાડિયા સુધી વેન્ટિલેટર પર રહ્યાં બાદ તેનું મોત થયું હતું.

25 એપ્રિલે અજયના લગ્નના કોવિડ પ્રોટોકોલ પ્રમાણે એક મંદિરમા થયા હતા. આ પ્રસંગે ખૂબ ઓછા લોકો હાજર રહ્યાં હતા તેમ છતાં પણ તેને લગ્નમાં જ કોરોનાનો ચેપ લાગ્યો હતો. લગ્ન આટોપ્યા બાદ અજય કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો. ટેસ્ટમાં પોઝિટીવ આવ્યાં બાદ તેને સૌથી પહેલા તો સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરાયો હતો પરંતુ તેનું અવસાન થતા પરિવાર ઘેરા શોકમાં સરકી પડ્યો છે

ભોપાલના સ્મશાનમાં કોવિડ પ્રોટોકોલ અનુસાર અજયના અંતિમ સંસ્કાર કરાયા હતા. ચોંકાવનારી વાત એ છે કે લગ્નમાં કોરોના સંબંધિત તમામ પ્રકારની કાળજી લેવામાં આવી હોવા છતાં પણ અજયને કોરોના થયો હતો.

(12:22 am IST)