Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

કોરોનનો કારણે વધુ એક ટુર્નામેન્ટનો ભોગ લેવાયો : શ્રીલંકામાં યોજાનાર એશિયા કપ રદ :ફેન્સને ઝટકો

ગયા વર્ષે આ ટૂર્નામેન્ટ પાકિસ્તાનમાં યોજાવાની હતીપણ કોરોનાને કારણે મુલતવી રાખવામાં આવી હતી.

મુંબઈ : કોરોના વાયરસનો માર વધુ એક ટૂર્નામેન્ટ પર પડ્યો છે. જૂન મહિનામાં શ્રીલંકામાં યોજાનાર એશિયા કપ કોરોના વાયરસને કારણે રદ કરવામાં આવ્યો છે. આયોજકોએ બુધવારે તેની જાહેરાત કરી હતી. ગયા વર્ષે આ ટૂર્નામેન્ટ પાકિસ્તાનમાં યોજાવાની હતી પરંતુ તે પછી પણ કોરોનાને કારણે તે મુલતવી રાખવામાં આવી હતી.

શ્રીલંકા ક્રિકેટ બોર્ડના ચીફ એક્ઝિક્યુટિવ એશ્લે ડી સિલ્વાએ કહ્યું કે, કોરોના વાયરસને જોતાં હાલની સ્થિતિ એવી નથી કે એશિયા કપનું આયોજન થઈ શકે. એશિયા કપ રદ કરવાની ઘોષણા કરતા ડી સિલ્વાએ એમ પણ કહ્યું હતું કે ટીમો આગામી સમયમાં બે વર્ષ સુધી યોજાશે નહીં, કેમ કે ટીમોએ તેમનું સમયપત્રક નક્કી કરી લીધું છે.એવું લાગે છે કે એશિયા કપ 2023 વર્લ્ડ કપ પછી જ યોજવામાં આવશે

ડી સિલ્વાએ માહિતી આપી હતી કે ટૂંક સમયમાં એશિયા ક્રિકેટ એસોસિએશન ઓપચારિક જાહેરાત કરશે. જણાવી દઈએ કે દક્ષિણ એશિયામાં કોરોના વાયરસ વધુ ફેલાયો છે. ઘણા દેશોની ફ્લાઇટ્સ બંધ કરી દેવામાં આવી છે, જેના કારણે એશિયા કપ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

એશિયા કપ રદ કરવાનું મોટું કારણ ટીમ ઇન્ડિયાનું વ્યસ્ત શેડ્યૂલ પણ હતું. ભારતીય ટીમ જૂન મહિનામાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમવા માટે ઇંગ્લેન્ડ જઈ રહી છે, જ્યાં તે ટાઇટલ માટે ન્યુઝીલેન્ડ સામે ટકરાશે. જો ભારત એશિયા કપમાં નહીં રમે, તો દેખીતી રીતે આયોજકોને મોટી ખોટ સહન કરવી પડે.

(12:01 am IST)