Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

ઓબામાએ અમેરિકાનું સૌથી મોટું રહસ્ય ખોલ્યું :એલિયન્સ અને UFOને અંગે કહ્યું-મેં ઘણા ફૂટેજ અને વીડિયો નજરે જોયા

રહસ્યમય યૂએફઓ અમેરિકાના મિલેટ્રી ટાર્ગેટને હેરેસ કરવાની કોશિશ કરે છે: તેને ગંભીરતાથી લેવાની અને આ માટે સતત તપાસની જરૂર છે. : આખરે તે કેવી રીતે આગળ વધે છે. તેમનો માર્ગ શું છે.

નવી દિલ્હી : માનવ સભ્યતા માટે  દાયકાઓથી એલિયન્સ અથવા પરગ્રહીઓ ઉત્સુકતાનો વિષય રહ્યા છે. ફિલ્મોમાં પણ એલિયન્સ અંગે ઘણા પ્રયોગો થયા છે. હવે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ આ મુદ્દે પોતાનો અભિપ્રાય આપ્યો છે. 'ધ લેટ લેટ શો વિથ જેમ્સ કોર્ડન'માં બરાક ઓબામાએ એલિયન્સના અસ્તિત્વ વિશે ઘણી રસપ્રદ વાતો કહી છે.

ઓબામાએ કહ્યું કે લોકોની એલિયન્સને લઇ અલગ-અલગ પ્રકારની ધારણા છે. જ્યારે હું વર્ષ 2008માં અમેરિકાનો રાષ્ટ્રપતિ બન્યો તો મેં પણ એલિયન્સ વિશે જાણવા ઉત્સુક હતો. હું જાણવા માંગતો હતો કે શું કોઇ એવી લેબ છે જ્યાં એલિયન્સ અથવા તેમના યૂએફઓને રાખવામાં આવ્યા છે.

ઓબામાએ કહ્યું કે આવી કોઈ લેબ નથી.પરંતુ એક વાત સાચી છે કે એવા ઘણા ફૂટેજ અને વીડિયો છે જેમાં રહસ્યમય વસ્તુઓ આકાશમાં જોઈ શકાય છે. જોકે, તમામ પ્રયત્નો કરવા છતાં અમે તે શોધી શક્યા નથી કે તે છેવટે શું છે. અમે તે સમજાવી શક્તા નથી કે આખરે તે કેવી રીતે આગળ વધે છે. તેમનો માર્ગ શું છે.

તેમણે આગળ કહ્યું કે મેં એવા વીડિયો જોયા છે જેમા રહસ્યમય યૂએફઓ અમેરિકાના મિલેટ્રી ટાર્ગેટને હેરેસ કરવાની કોશિશ કરે છે. અસલમાં મુશ્કેલી એ છે કે તે યૂએફઓની પેટર્ન સમજવી ખુબ જ મુશ્કેલ છે. એટલી ગતિશીલતા અને સ્પીડ કે અમેરિકાની મિલિટ્રી કરતા પણ વધારે છે.

બરાક ઓબામાએ કહ્યું કે આ શું છે તે અમે સચોટ રીતે કહી શકતા નથી, પરંતુ હું આ કહી શકું છું કે તેને ગંભીરતાથી લેવાની જરૂર છે અને આ માટે સતત તપાસની જરૂર છે. આ સિવાય તેમના વિશે કહેવા માટે મારી પાસે કોઈ રિપોર્ટ નથી.

(10:47 pm IST)