Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

ચીનના કડક નિયંત્રણો નડ્યા :બિટકોઇનમાં મોટો કડાકો : ત્રણ માસના તળિયેઃ રોકાણકારોના 4.5 લાખ કરોડ ડૂબ્યા

ટેસ્લાના માલિક એલન મસ્કે પણ કારની કિંમત બિટકોઇનમાં લેવાનો ઇનકાર કરતા ક્રિપ્ટોકરન્સીમાં કડાકો

નવી દિલ્હી :વિશ્વની સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી બિટકોઇનમાં ભારે કડાકો બોલી ગયો છે બીટકોઈનના ભાવ ગગડીને 40 હજાર ડોલરની નીચે સરક્યા છે જે તેની ત્રણ મહિનાની નીચલી સપાટી છે.

આ કડાકાને પગલે ડિજિટલ કરન્સીમાં રોકાણકારોના 4.5 લાખ કરોડ એક સપ્તાહમાં જ ડૂબી ગયા. તેની પાછળનું કારણ ટેસ્લાના સીઇઓ એલન મસ્કનું નિવેદન અને ચીનનું કડક પ્રતિબંધ હોવાનું મનાય છે

માર્કેટ કેપિટલાઇઝેશનના હિસાબે વિશ્વની સૌથી મોટી ક્રિપ્ટોકરન્સીનો ભાવ બુધવારે 14 ટકા ગગડીને ઇન્ટ્રાડેમાં 39,522 ડોલર પર પહોંચી ગયા હતા. જે 9 ફેબ્રુઆરી બાદ તેનું સૌથી નીચલુ સ્તર છે.

બિટકોઇનમાં કડાકા પાછળ ચીનની પિપલ્સ બેન્ક ઓફ ચાઇના (PBOC)નું કડક પ્રતિબંધ જવાબદાર હોવાનું મનાઇ રહ્યું છે. કારણ તે ચીઇનીઝ બેન્કે ક્રિપ્ટોકરન્સીના કોઇ પણ પ્રકારના પેમેન્ટમાં ઉપયોગ પર પ્રતિબંધ મૂકી દીધો છે. ચીને ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યૂશન અને પેમેન્ટ કંપનીઓ પર ક્રિપ્ટોકરન્સી ટ્રાન્ઝેક્શન સાથે સંકળાયેલી સર્વિસિસ પર બેન મૂકી દીધુ છે. ઉપરાંત રોકાણકારોને ક્રિપ્ટો ટ્રેડિંગની સટ્ટાબાજીથી પણ દૂર રહેવાની સુચના અપાઇ છે.

 

નોંધનીય છે કે ચીને 2017માં જ ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ પર પ્રતિબંધ મૂકી દીધો. તેની વૈશ્વિક બિટકોઇન ટ્રેડિંગ પર મોટી અસર થઇ હતી. જ્યારે અમેરિકાની કાર કંપની ટેસ્લાના માલિક એલન મસ્કે પણ બિટકોઇન અંગે આશંકા વ્યક્ત કરતા ગત સપ્તાહથી ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં કડાકો  બોલાવવા માંડ્યો હતો. ટેસ્લાએ કારની કિંમત બિટકોઇનમાં લેવાથી ઇનકાર કરી દેતા અદૃશ્ય ચલણમાં રોકાણકારોમાં હલચલ મચી ગઇ છે.

એપ્રિલમાં બિટકોઇનની વેલ્યુ પહેલી વખત 2 ટ્રિલિયન ડોલરને પાર પહોંચી ગઇ હતી. બુધવારે 40 હજાર ડોલરની નીચે ભાવ જતાં એપ્રિલનાની તેની કિંમત કરતા 25 હજાર ડોલર ઓછી છે. ત્યારે તેનો ભાવ વધીને સર્વોચ્ચ 65 હજાર ડોલરની સપાટી કૂદાવી ગયો હતો. તેથી સારા રિટર્નની આશાએ રોકાણકારોએ એક મહિનામાં બિટકોઇનમાં બેફામ રોકાણ કર્યું. પરંતુ હવે તેમને રડવાનો વારો આવ્યો છે.

જો કે ન્યૂયોર્કમાં બ્લૂમબર્ગ ઇન્ટેલિજન્સના કોમોડિટિઝ સ્ટ્રેટેજિસ્ટ માઇક મેકગ્લોનનું કહેવું છે કે બિટકોઇનની કિંમત 2021માં સરેરાશ 49 હજાર ડોલરની આસપાસ રહેશે તેથી આ ક્રિપ્ટોકર્નસીમાં તેજી આવવાની આશા રાખી શકાય.

(9:47 pm IST)