Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

સેવા ઇન્ટરનેશનલ તથા હિન્દુ સ્વયંસેવક સંઘ સહીત 25 સંગઠનોની અમેરિકાના ફિલાડેલ્ફિયામાં રસીકરણ ઝુંબેશ : દરરોજ કોવિડ -19 રસીના 6,000 જેટલા ડોઝ પહોંચાડવાની નિસ્વાર્થ સેવા : એપ્રિલ 2020 ના પ્રારંભથી 55,000 ડોલરની પી.પી.ઇ કીટ, ફૂડ અને માસ્કનું વિતરણ કર્યું

ફિલાડેલ્ફિયા : સેવા ઇન્ટરનેશનલ તથા હિન્દુ સ્વયંસેવક સંઘ સહીત 25 સંગઠનોએ  અમેરિકાના ફિલાડેલ્ફિયામાં રસીકરણ ઝુંબેશ શરૂ કરી છે. જે અંતર્ગત દરરોજ કોવિડ -19 રસીના 6,000 જેટલા ડોઝ  પહોંચાડવાની નિસ્વાર્થ સેવા ચાલુ કરવામાં આવી છે. ઉપરાંત એપ્રિલ 2020 ના પ્રારંભથી અત્યાર સુધીમાં 55,000 ડોલરની પી.પી.ઇ કીટ, ફૂડ અને માસ્કનું વિતરણ કરાયું છે.

 હિન્દુ સ્વયંસેવક સંઘ ( HSS ) એક નોનપ્રોફિટ સંગઠન છે  કે જે મૂલ્યો આધારિત શિક્ષણ કાર્યક્રમો અને સમુદાય આઉટરીચ પ્રોજેક્ટ્સનું રાષ્ટ્રવ્યાપી આયોજન કરે છે .  તેણે ફિલાડેલ્ફિયા, ફેમા અને અન્ય સરકારી ભાગીદારોને સેન્ટર સિટી રસીકરણ કેન્દ્રમાં ટેકો આપવા માટે સ્વયંસેવકોની  ટીમ ગોઠવી છે. જેના મારફત  કોવિડ -19 રસીના 6,000 જેટલા ડોઝ દરરોજ પહોંચાડવા માટે સ્વયંસેવકો સજ્જ છે.

એચ.એસ.એસ.એ તેમના અભિયાનને "સેવા વિથ ફેમા" નામ આપ્યું છે. જયારે સેવા એ એક પ્રાચીન સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ છે નિસ્વાર્થ સેવા.

રસીકરણ કેન્દ્રમાં દરરોજ એક ડઝનથી વધુ ઇન્ડિયન  અમેરિકન સ્વયંસેવકો,  વ્હીલચેર એસ્કોર્ટ સહાયતા અને ટ્રાફિક નિયંત્રણ જેવા બિન-ક્લિનિકલ સહાય માટે આવે છે . એચએસએસના પીએ પૂર્વ વિભાગના પ્રેસિડન્ટ  મુકુંદ કુટેએ જણાવ્યું હતું. "અમે એપ્રિલ 2020 ના પ્રારંભથી 55,000 ડોલરની પી.પી.ઇ કીટ, ફૂડ અને માસ્કનું વિતરણ કર્યું છે. જ્યાં સુધી કોવિડ -19 ને હરાવીશું નહીં ત્યાં સુધી અમે ફેમાને ટેકો આપવાનું ચાલુ રાખીશું. તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

(7:44 pm IST)