Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

કોન્ટેકર બ્લોક કર્યા વિના વોટ્સએપ યુઝર્સ હવે અણગમતી ચેટ્સને કાયમ માટે છૂપાવી શકશે : નવું ફીચર ટુંક સમયમાં

નવી દિલ્હી, તા. ૧૯ : ભારતમાં ખુબજ લોકપ્રિય મેસેજિંગ એપ વોટ્સએપના યુઝર્સ હવે અનિચ્છિત ચેટથી છુટકારો મેળવી શકશે. કારણ કે વોટ્સએપ હવે તેના માટે નવુ ફીચર WhatsApp New Archive લાવી રહ્યું છે. કંપની આના માટે ખાસ અપડેટ કરી રહી છે. જેની મદદથી યુઝર્સ અણગમતી કન્ટેન્ટવાળી ચેટને છુપાવી શકશે. હાલમાં કંપની યુઝર્સને આર્કાઇવ ચેટનું ઓપ્શન આપે છે. પરંતુ તેનાથી ચેટને હંમેશ માટે છુપાવી શકાતું નથી.

નોંધનીય છે કે આર્કાઇવ કરાયેલી ચેટ હાઇડ થતી નથીં પરંતુ યુઝર્સના લિસ્ટમાં સૌથી નીચે પહોંચી જાય છે. પરંતુ નવા મેસેજ આવતા જ તે ચેટ ફરી ટોપ પર દેખાવા લાગે છે. પરંતુ હવે તેમાં યુઝર્સને રાહત મળશે. તેના માટે વોટ્સએપ જે નવું ફીચર લાવી રહ્યું છે, તેનાથી અનિચ્છિત ચેટ છુપાવી શકાવવા ઉપરાંત યુઝર્સને એ કન્ટેન્ટ બ્લોક કરવાની જરુર પણ નહીં પડે.

WABetaInfoના રિપોર્ટ મુજબ વોટ્સએપે હવે ઇરેટેટિંગ ચેટ લિસ્ટમાં છુપાવવા માટેનું નવું ફીચર WhatsApp New Archive રોલઆઉટ કરવાનું શરુ કરી દીધું છે. તેની ખાસ વાત એ છે કે હવે આર્કાઇવ કરાયેલા નવા મેસેજ આવતા છતાં તે ચેટ લિસ્ટમાં છુપાયેલી જ રહેશે. નવા ફીચરનું નામ 'New Archive'છે. તે એન્ડ્રોઇડ માટે વોટ્સએપ બીટા વર્જન નંબર ૨.૨૧.૧૧.૧ની સાથે રોલઆઉટ કરવામાં આવી રહ્યું છે.

બીટા ટેસ્ટર વોટ્સએપ યુઝર્સ સેટિંગમાં જઇ ચેટસ ઓપ્શનમાં આપવામાં આવેલ Keep Chats Archived પર ટેપ કરી ન્યૂ આર્કાઇવને એકસેસ કરી શકશે. આ ઓપ્શન ઓન કર્યા બદા અનિચ્છિત ચેટ આર્કાઇવ મ્યૂટ થઇ જશે. નવા મેસેજ આવ્યા બાદ પણ યુઝર્સને નોટિફિકેશન મળશે નહીં.

કંપની અત્યારે આ WhatsApp New Archiveનું બીટા ટેસ્ટિંગ કરી રહી છે. સાથે આશા રાખવામાં આવે છે કે ટુંકમાં જ તેનું સ્ટેબલ વર્ઝન પણ રોલઆઉટ થઇ જશે.

(4:08 pm IST)