Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

મુંબઈ હાઈકોર્ટનો મહારાષ્ટ્ર સરકારને સણસણતો પ્રશ્ન

મહારાષ્ટ્રમાં ૭ લાખ દર્દી હતા ત્યારે ૧૫૦૦ ટન ઓકિસજન જોઈતો હતો, આજે ૪ લાખ દર્દી છે તો ડિમાન્ડ ૧૭૮૦ ટન કેવી રીતે થઈ ગઈ?

મુંબઈ : મુંબઈ હાઈકોર્ટના ચીફ જસ્ટીસ શ્રી દિપાંકર દત્તાએ મહારાષ્ટ્ર સરકારને સીધો સવાલ પૂછ્યો છે કે રાજયમાં એકટીવ કેસો ઘટ્યાનો તમે દાવો કરો છો તો ઓકિસજનનો વપરાશ શા માટે વધ્યો છે? જાણીતા પત્રકાર નારસીબેનવાલે તેમના ટ્વીટર હેન્ડલ ઉપર જણાવ્યુ છે કે મહારાષ્ટ્રમાં ગયા અઠવાડીયે ઓકિસજનની ૧૭૦૦ મેટ્રીક ટનની જરૂરીયાત હતી પરંતુ હવે અત્યારે રોજીંદો ૧૭૮૦ મેટ્રીક ટન ઓકિસજન જોઈએ છે. કોરોના કેસો આટલા બધા ઘટી ગયા છે તો ઓકિસજનની ડિમાન્ડ વધે છે શા માટે?

મુંબઈ હાઈકોર્ટે સરકારને પૂછ્યુ હતું કે મહારાષ્ટ્રમાં જયારે ૭ લાખ આસપાસ કોરોના કેસ હતા ત્યારે ૧૫૦૦ ટન ઓકિસજન જોઈતો હતો, આજે સરકાર કહે છે ૪ લાખ આસપાસ કેસો રાજયમાં છે તો ડીમાન્ડ ૧૭૮૦ ટનની શા માટે છે?

જયારે ૭ લાખ કોરોનાના દર્દી રાજયમાં હતા ત્યારે ૭૨ હજાર કોરોના દર્દીઓ ઓકિસજન ઉપર હતા. આજે ૪ લાખ દર્દીઓ છે અને ૭૨ હજાર દર્દીઓ ઓકિસજન ઉપર છે ત્યારે ઓકિસજનની ખપત આટલી બધી શા માટે? તેમ મુંબઈ હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકારને પૂછ્યુ છે.

(4:07 pm IST)