Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

બંધ રૂમમાં કોરોના ફેલાવાનો ભય વધુ રહે

કોરોના વાયરસ હવામાં પ્રસરે છે હવે વૈજ્ઞાનિકો-અધિકારીઓ પણ સ્વીકારવા લાગ્યા : રિસર્ચરો કહે છે વેન્ટીલેશનની વ્યવસ્થા મજબુત કરવાની જરૂર, ઇમારતોમાં ફિલ્ટરેશનની પણ વ્યવસ્થા જરૂરી તેની મદદથી આવા વાયરસથી મુકત રહી શકાશે

નવી દિલ્હીઃ કોરોના  વાયરસ હવામાં ફેલાય છે તે મુદે લગભગ બે વર્ષથી ચર્ચા ચાલી રહી છે. જો કે વિજ્ઞાનીઓ લાંબા સમયથી તેવો દાવો કરતા રહયા છે. જો કે હાલમાં અધિકારીઓ કે તંત્ર પણ સ્વીકારવા લાગ્યા છે કે કોરોના વાયરસ હવે હવાના માધ્યમથી પણ ફેલાય છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને અમેરીકાનું ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન સેન્ટર પણ હવે સ્વીકારવા લાગ્યું છે. તેઓ કહી રહયા છે કે વેન્ટીલેશન સિસ્ટમ્સ પણ કોરોના માટે મહત્વપૂર્ણ છે. બંધ રૂમમાં કોરોના ફેલાવવાનો ભય વધારે રહે છે. ઇન્ડોર એરને કલીન રાખવાનો પ્રયાસ કરવાથી મહામારી સામે લડી ના શકાય. તેનાથી ફકત ફલુને ફેલાતો રોકવાનો પ્રયાસ થઇ શકે છે અન્ય ચેપને ફેલાતો રોકવામાં મદદ મળી શકે છે.  જો કે તેની પાછળ ૫૦ બીલીયન ડોલરનો વર્ષે ખર્ચ આવી શકે છે.

રીસર્ચરો કહે છે કે વેન્ટીલેશનની વ્યવસ્થા મજબુત કરવાની જરૂર છે. ઇમારતોમાં ફિલ્ટરેશનની વ્યવસ્થા પણ જરૂરી છે. તેની મદદથી આવા વાયરસથી મુકત રહી શકાશે. બ્રિસ્બેન, ઓસ્ટ્રેલીયામાં આવેલી કિવન્સલેન્ડ યુનિવસીર્ટી સાથે સંકળાયેલ સ્કુલ ઓફ અર્થ એન્ડ એટમોસ્ફીયર સાયન્સના પ્રોફેસર કહે છે કે આપણે જેમ સ્વચ્છ અને શુધ્ધ પાણીની આશા રાખએ છીએ એ જ રીતે હવા માટે પણ રાખવી જોઇએ.

(3:22 pm IST)