Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

બાળકોની રસીના ટ્રાયલ પર રોકથી દિલ્હી હાઇકોર્ટનો ઇન્કાર

કેન્દ્ર અને DCGIને નોટીસ અપાઇ : જવાબ રજુ કરવાનો આદેશ

નવી દિલ્હી તા. ૧૯ : દિલ્હી હાઇકોર્ટે ભારત બાયોટેકને કોરોનાની રસી કોવેકસીનના બે થી ૧૮ વર્ષના બાળકો પર પરીક્ષણ માટે આપવામાં આવેલી મંજુરી રદ્દ કરવાની અપીલ પર કેન્દ્રને તેમનું વલણ સ્પષ્ટ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. મુખ્ય ન્યાયાધીશ ડી એન પટેલ અને ન્યાયમૂર્તિ જ્યોતિસિંહે કેન્દ્ર અને ભારત બાયોટેકને નોટીસ આપીને ૧૫ જુલાઇ સુધી અરજી પર તેમનું વલણ સ્પષ્ટ કરવા કહ્યું છે. આ અરજી સંજીવકુમાર તરફથી દાખલ કરવામાં આવી છે. કોર્ટે જો કે કોરોના અવરોધી રસી કોવેકસીનના ૨ થી ૧૮ વર્ષના બાળકો પર કલીનિકલ ટ્રાયલ માટે ૧૨ મે એ આપવામાં આવેલી મંજુરી પર કોઇ પણ અંતરિમ આદેશ પસાર કરવાનો ઇન્કાર કરી દીધો. કલીનિકલ ટ્રાયલ પર સ્વસ્થ સ્વયંસેવકો પર કરવામાં આવશે. તેમને પણ ૨૮ દિવસના અંતરમાં બે ડોઝ લગાવામાં આવશે. કોવેકસીનનો વિકાસ હૈદરાબાદ આધારિત ભારત બાયોટેક અને આઇસીએમઆરે કર્યો છે. એ બે રસીમાં સામેલ છે જેને ભારતમાં દરેક વયસ્કોને લગાવામાં આવી રહી છે.

(3:20 pm IST)