Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

વાવાઝોડાથી અંદાજે ૩૦૦૦ કરોડનું નુકસાન

'તૌકતે' વાવાઝોડાએ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ભારે વિનાશ સર્જયો : ઉભો પાક - વિજળી - રસ્તા - કાચા મકાનો વગેરેને ભારે નુકસાન : પાવર સેકટરમાં રૂ. ૧૪૦૦ કરોડ, ખેતીવાડીમાં રૂ. ૧૨૦૦ કરોડ, રોડ - બિલ્ડીંગ ક્ષેત્રે રૂ. ૫૦ કરોડ, અન્ય ક્ષેત્રે અંદાજે રૂ. ૩૫૦ કરોડના નુકશાનનો અંદાજ

રાજકોટ તા. ૧૯ : ગુજરાતમાં ત્રાટકેલા વાવાઝોડાએ ભારે નુકસાન સર્જયું છે ત્યારે આ વાવાઝોડાથી અંદાજીત ૩૦૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થયાનું ટીવી-૯ના અહેવાલમાં જણાવાયું છે. જેમાં પાવર સેકટરમાં રૂ. ૧૪૦૦ કરોડ, ખેતીવાડીમાં રૂ. ૧૨૦૦ કરોડ, રોડ - બિલ્ડીગ ક્ષેત્રે - રૂ. ૫૦ કરોડ, અન્ય ક્ષેત્રે અંદાજે રૂ. ૩૫૦, કરોડના નુકશાનનો અંદાજ છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આજેબપોરે ૨ વાગ્યા બાદ વાતાવરણની અનુકૂળતા અનુસાર ભાવનગરથી ટેક ઓફ કરીને અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. અમદાવાદ એરપોર્ટ ખાતે જવડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએરાજયના પાંચ મહત્વના અધિકારીઓ સાથે વિશેષ બેઠકયોજી હતી.

આ તકે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, ચીફ સેક્રેટેરી અનિલ મુકીમ, સીએમના ચીફપ્રિન્સિપલ સેક્રેટેરી કે.કૈલાશનાથન, રેવન્યુ ACS પંકજ કુમાર સહિત અન્ય બે ઉચ્ચ અધિકારી હાજર રહ્યા હતા.

વડાપ્રધાનને પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. ડીઝાસ્ટર વિભાગે કરેલા પ્રાથમિક સર્વેનો ડેટારજૂ કર્યો હતો.

તાઉતે વાવાઝોડાના પરિણામે રાજયમાં અંદાજે૩૦૦૦ કરોડનુ નુકશાનથયું છે. પાવર સેકટરમાં -૧૪૦૦ કરોડ, ખેતીવાડી માં - ૧૨૦૦ કરોડ, રોડ બિલ્ડીગ ક્ષેત્રે - ૫૦ કરોડ, અન્ય ક્ષેત્રે અંદાજે ૩૫૦, કરોડના નુકશાનનો અંદાજ છે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીકેન્દ્ર સરકારને રાહત પેકેજ આપવા માટે રજૂઆત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારાગુજરાતને કેન્દ્ર તરફથી રાહત પેકેજની આજે જાહેરાત કરાય તેવી સંભાવના છે.

વાવાઝોડાના કારણે થયેલા કરોડોના નુકસાન સામે ગુજરાતને ૫૦૦ કરોડ સુધીના રાહત પેકેજ અપેક્ષા છે. પીએમ મોદી રાહત પેકેજની જાહેરાત કરી શકે છે.

અસરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યા બાદ વડાપ્રધાનનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થયું હતું. અમદાવાદ એરપોર્ટ પર સીએમ સહિત મંત્રીમંડળ અને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. અમદાવાદ કોરોનાના વધતા કેસને લઈને અમદાવાદ એરપોર્ટ પર ગુજસેલ સહિતના સ્ટાફનો કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. જેમાં ૧૦૬ વ્યકિતના ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં. જોકે તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. ગુજસેલની ફરતે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

(3:10 pm IST)