Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

સરકારની લાપરવાહીઃ ધ્યાન ન દીધુ

કોરોના સાથે બ્લેક ફંગસ પણ ૧ વર્ષથી છે

દિલ્હીની હોસ્પીટલોમાં ગયા વર્ષે જ કેસ આવ્યા'તાઃ છતાં દવા ઉપલબ્ધતા પર ધ્યાન ન આપ્યું: સરકારને હજુ ખબર નથી કે કેટલા છે કેસ

નવી દિલ્હી તા. ૧૯ :.. એક તરફ કોરોના દર્દીઓમાં બ્લેક ફંગસ (મ્યુકર માઇકોસીસ)ના કેસ મોટા ભાગના રાજયોમાં મળી રહ્યા છે. ત્યારે રાષ્ટ્રીય સ્તરે આવા દર્દીઓના આંકડા બાબતે કેન્દ્ર સરકાર પાસે માહિતી નથી. એટલું જ નહીં, છતાં તેને રોકવા માટેની એન્ટી ફંગલ દવાની ઉપલબ્ધતા પર પણ તેણે ધ્યાન નથી આપ્યું.

નિષ્ણાંતોનું કહેવું છે કે દવાની સાથે સાથે લોકોમાં જાગૃતતા લાવવાનો પ્રયાસ પણ નથી કરાયો અને હવે બીજી લહેરમાં અચાનક તેના કેસો વધી ગયા પછી સરકાર સચેત થઇ છે. હાલ પરિસ્થિતીએ છે કે દેશના મોટાભાગના રાજયોમાં બ્લેક ફંગસ  રોડનાર સેન્ટી ફંગલ ઇન્જેકશન એમ્ફોટેરીસીન બી બજારમાંથી ગાયબ થઇ ચૂકયા છે. તેના કાળાબજાર પણ બહુ ઝડપથી વધી ગયા છે.

બીજી તરફ દવા સમયસર ના મળવાના કારણે દર્દીઓએ ઓપરેશન કરાવવાની નોબત આવી રહી છે. દિલ્હી એમ્સના એક સીનીયર ડોકટરે જણાવ્યું કે તેમને ત્યાં પણ દવાની બહુ અછત છે. દવા ન મળવાના કારણે ઓપરેશનો વધી રહ્યા છે.

એમ્સ દિલ્હીના ડાયરેકટર ડોકટર રણદીપ ગુલેરીયાનું કહેવું છે કે બ્લેક ફંગસને રોકવા માટે પહેલા દિવસથી જ સતર્કતા જરૂરી છે. પહેલા તો લોકો પ્રયત્ન કરે કે તેમને કોરોના ના થાય. જો કોરોના થઇ જાય તો બ્લેક ફંગસ ના થાય તેનું ખાસ ધ્યાન રાખો. અનિયંત્રીત ડાયાબીટસ, સ્ટેરોઇડનું વધારે પડતું સેવન વગેરે ના થવું જોઇએ. જો બ્લેક ફંગસ થઇ જાય તો પહેલા દિવસથી જ સારવાર મળવી જરૂરી છે.

(11:28 am IST)