Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

તૌકતે વાવાઝોડાના ફૈબા કોણ છે ? તાઉ-તેનો અર્થ શું થાય ? જાણો છો

રાજકોટઃ તા.૧૯, જેમ આપણે નવા જન્મનારા બાળકનું નામ કરણ તેની ફૈબાઓ કરે છે એજ રીતે દરેક વાવાઝોડા નામ પણ ફૈબા દેશો કરે છે.

એશિયાઇ દેશો વચ્ચે એક પ્રથા ચાલુ થઇ છે. એ મુજબ વાવાઝોડાનું નામકરણ થાય છે. આખા વર્ષ દરમિયાન ટકરાતા દરેક વાવાઝોડાના નામો જુદા જુદા હોય છે અને એ દરેક વાવાઝોડાનેો નામ જુદા જુદા એશિયન ફૈબાઓ આપેે છે.

 ગુજરાત પર પસાર થયેલ  વાવાઝોડુ  ''તૌકતે'' નામ આપ્યું છે. તૌકતેનો અર્થ શું થાયએ જાણવુ છે ? તેનો અર્થ છે. મોટો અવાજ  કરનારી ગરોળી હિન્દુ મહાસાગર સાથે જોડાયતો દેશોએ ભારતની પહેલા આ ચક્રવાતી તોફાનોને નામ આપવાની ઔપચારીક પરંપરા શરૂ કરી હતી. હવે આ દેશોમાં ભારત ઉપરાંત બાંગ્લાદેશ, પાકિસ્તાન, મ્યાનમાર, માલદિવ્સ, શ્રીલંકા, ઓમાન અને થાઇલેન્ડ સામેલ છે.

ગુજરાતમાં ૨૬ જાન્યુઆરી ૨૦૦૧ના રોજ વિનાસકારી ભુકંપ સાથે વાવાઝોડુ આવ્યું હતુ. (સંકલન હેમેન ભટ્ટ)

(11:26 am IST)