Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

હવે વધુ ખિલવાડ નહિ

પ્રકૃતિને સમજવામાં ત્રણ ગણા જાગૃત થયા લોકો

પર્યાવરણનું રક્ષણ કરવાનું સમજતા થયા લોકોઃ ગુગલ સર્ચ ૧૯૦ ટકા વધ્યું

નવી દિલ્હી, તા. ૧૯ :. આપણે ભારતીય લોકો પર્યાવરણ અને જૈવ વિવિધતાને થઈ રહેલા નુકસાનને સમજવા માટે લગભગ ત્રણ ગણું વધારે ગુગલ સર્ચ અને અભ્યાસ કરી રહ્યા છીએ. છોડવાઓ અને પ્રાણીઓની ખતમ થઈ રહેલી પ્રજાતિઓ અંગે બે ગણી વધારે ચિંતા કરવા લાગ્યા છીએ. પ્રકૃતિને ઓછું નુકસાન પહોંચાડતા ઉત્પાદનોની શોધ પણ છેલ્લા પાંચ વર્ષોમાં લગભગ ૭૧ ટકા વધી ગઈ છે.

આ દાવાઓ વર્લ્ડ વાઈલ્ડલાઈફ ફંડ (ડબલ્યુડબલ્યુએફ)ના ઈકોનોમીક ઈન્ટેલીજન્સ યુનિટના નવા રિસર્ચમાં કર્યા છે. આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસના પરિપ્રેક્ષ્યમાં બહાર પડાયેલ આ રિપોર્ટ અનુસાર આખી દુનિયામાં ૨૦૧૬થી ૨૦૨૦ વચ્ચે પયા ર્વરણ બાબતે ચિંતા દર્શાવનાર નાગરિકોની સંખ્યા ૧૬ ટકા વધી છે. વિકાસશીલ દેશોમાં નાગરિકો વધારે સચેત થવા લાગ્યા છે. આજે 'ઈકો અનેકનીંગ' નામ આપવામાં આવ્યુ છે.

ટ્વીટર પર જ પર્યાવરણના મુદ્દાઓ પર ૬૫ ટકા વધારે ચર્ચા થઈ રહી છે. પ્રકૃતિ અને જૈવ વિવિધતા જેવા શબ્દોનો ઉપયોગ ત્રણ કરોડથી વધીને પાંચ કરોડ થઈ ગયો છે. કેટલાય રાજનેતાઓ, ધાર્મિક નેતાઓ અને અન્ય પ્રભાવશાળી વ્યકિતઓ અને સંગઠનો આ અંગે વાત કરી રહ્યા છે. જેનાથી ૧૦૦ કરોડથી વધારે લોકો સુધી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ પહોંચે છે.

  • ભારતમાં પર્યાવરણ સજાગતા વધી

- ભારતમાં પ્રકૃતિ સાથે સંકળાયેલા વિષયો પર ૧૯૦ ટકા વધારે ગુગલ સર્ચ

- જૈવ વિવિધતા વિનાશ વિષય પર ટ્વીટર પર ૨૦૧૬માં ૨,૩૨,૦૦૦ ટ્વીટની સરખામણીમાં ૨૦૨૦માં ૧૫,૦૦,૦૦૦ ટ્વીટ.

- આવા જ અભિયાનમાં ૪.૮૦ લાખ નાગરીકોએ હસ્તાક્ષર કર્યા.

- અખબારોમાં આ વિષય પર ૨૦૨૦માં ૧,૬૮,૫૫૬ લેખ પ્રકાશિત થયા જે ૨૦૧૬માં ૧,૩૩,૮૮૮ હતા.

- જેનુ પરિણામ ૨૦૨૦ જોવા મળ્યુ જ્યારે મહારાષ્ટ્ર સરકારે આરેના જંગલોને સંરક્ષિત જાહેર કર્યા.

(11:25 am IST)