Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

અમેરિકન રિસર્ચમાં દાવો

ફાઇઝર - મોર્ડનાની રસી ભારતના કોરોનાના બે વેરિએન્ટ પર અસરકારક છે

ન્યૂયોર્ક તા. ૧૯ : ફાઈઝર -બાયોએનટેક અને મોર્ડનાની રસી ભારતમાં મળનારા કોરોનાના વેરિએન્ટ  B.1.617 અને B.1.618 પર અસરકારક છે. સીએનએનના જણાવ્યાનુસાર આ વાત રિસર્ચર્સને એક સ્ટડીમાં શોધ્યું છે.આ માટે લેબમાં પ્રયોગ કરવામાં આવ્યા છે. જયાં  B.1.617 અને B.1.618 વેરિએન્ટથી રસીકરણથી બનેલી એન્ટીબોડીઝનો સામનો કરતી જોવા મળી રહી છે. આ રિસર્ચ રિપોર્ટ  biorxiv.orgમાં છપાઈ છે.

આ સ્ટડીને અંજામ આપનારા ન્યૂ યોર્ક યુનિવર્સિટીના રિસર્ચર્સે જણાવ્યુ કે આ માનવા માટે પુરતુ કારણ છે કે રસી લગાવી ચૂકેલા લોકો B.1.617 અને B.1.618 વેરિએન્ટથી સુરક્ષિત છે. જો કે લેબમાં પ્રયોગો ઉપરાંત રિયલ જિંદગીમાં ફાઈઝર અને મોર્ડનાની રસી આ વેરિએન્ટથી બચાવે છે. એ જોવાનું બાકી છે.

આ રિસર્ચમાં કોવિડના શરુઆતના વેરિએન્ટથી સાજા થઈ ચૂકેલા ૮ લોકોના સીરમ સેમ્પલ લેવામાં આવ્યા. આ ઉપરાંત ફાયઝરની રસી લગાવી ચૂકેલા ૮ લોકોના અને મોર્ડનાની રસી લગાવી ચૂકેલા ૩ લોકોના સેમ્પલ લેવામાં આવ્યા. લેબમાં તપાસ કરતા જોવા મળ્યું કે સીરમ સેમ્પલ વાયરસના સંપર્કમાં આવવા પર પ્રતિક્રિયા આપે છે . જેમાં જોવામાં આવ્યું છે કે રસીથી મળેલી એન્ટિબોર્ડી સંક્રમણથી મળતી એન્ટીબોર્ડીની સરખામણીએ સારી રીતે લડી શકે છે.  રિસર્ચર્સનું કહેવુ છે કે અમારો રિપોર્ટ એ વાતની ખરાઈ કરે છે કે હાલની રસી અત્યાર સુધી મળેવા વેરિએન્ટથી સુરક્ષા આપે છે. લેબમાં કરવામાં આવેલો અભ્યાસ એનવાઈયુ ગ્રોસમેન સ્કૂલ ઓફ મેડિસિન અને એનવાઈયૂ લેંગોન સેન્ટરે કરી હતી.

(10:14 am IST)