Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

કોવિશિલ્ડના પ્રથમ ડોઝ બાદ ૮૪ દિવસનો ગેપ ફરજિયાત

બીજા ડોઝ માટે રજિસ્ટ્રેશન કરાવનારને રસી આપવાનો આદેશ

મુંબઈ,તા. ૧૯:  કોવિશિલ્ડના પ્રથમ ડોઝ લીધા બાદ બીજા ડોઝ વચ્ચે ૮૪ દિવસનું અંતર ફરજિયાત કરવામાં આવ્યું છે, પરંતુ આ મુદતમાં ફેરફાર કરવા અગાઉ જેમણે પણ બીજા ડોઝ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હોય તેમને પાછા ન મોકલાવતા તેમને રસી આપવાનો આદેશ કેન્દ્રીય આરોગ્ય વિભાગે રાજયોને આપ્યો છે.

કોવિશિલ્ડના બીજા ડોઝ માટેની મુદત કેન્દ્રીય આરોગ્ય વિભાગે છ અઠવાડિયાને બદલે ૧૨થી ૧૬ અઠવાડિયા સુધી વધારી દીધી છે. તેથી કોવિશિલ્ડનો પ્રથમ ડોઝ લીધાના ૮૪ દિવસ બાદ બીજો ડોઝ લઇ શકાશે. તેમ જ ૮૪ દિવસ પૂર્ણ ન થાય તેના પહેલા રજિસ્ટ્રેશન કરાવવાની સુવિધા કોવિન એપ પર ઉપલબ્ધ થશે નહીં, એમ આરોગ્ય વિભાગ દ્વારા સ્પષ્ટ કરાયું છે. તેમ છતાં આ નિયમ અમલમાં મૂકાયા પહેલા જે લોકોએ બીજા ડોઝ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હોય તેમને જ બીજો ડોઝ આપવામાં આવશે. તેમનું રજિસ્ટ્રેશન કોવિન એપ પરથી રદ કરવામાં આવશે નહીં. બીજો ડોઝ લેવાનું શા માટે છે એ વિશે કેન્દ્રના ડોકટરોએ લોકોને માહિતી આપવી જોઇએ. તેમ છતાં કોઇ પણ લાભાર્થી રસી લેવાની જિદ્દ કરે તો તેને પાછા મોકલવા નહીં, એવો આદેશ આપ્યો છે.

(10:12 am IST)