Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

કમાવાની ખરી તક : આગામી બે મહિનામાં આવશે ૫થી વધુ IPO

કોરોના મહામારીની પરિસ્થિતિમાં પણ આ વર્ષે સતત IPO બહાર પાડવામાં આવી રહ્યા છે. ગયા વર્ષ કરતા આ વર્ષે કંપનીઓએ IPOથી સૌથી વધુ પૈસા એકત્ર કર્યા છે

મુંબઇ,તા. ૯: કોરોના મહામારીની પરિસ્થિતિમાં પણ આ વર્ષે સતત IPO બહાર પાડવામાં આવી રહ્યા છે. ગયા વર્ષ કરતા આ વર્ષે કંપનીઓએ IPOથી સૌથી વધુ પૈસા એકત્ર કર્યા છે. આ વર્ષે અત્યાર સુધીમાં ૧૮ IPO બહાર પાડવામાં આવ્યા છે. રોકાણકારોએ આ વર્ષે સારી કમાણી કરી છે. જો તમે હજુ સુધી IPOમાં પૈસા રોકયા નથી, તો તમે હજુ પણ IPOમાં પૈસા રોકી શકો છો. આગામી દિવસોમાં અનેક કંપનીઓ IPO બહાર પાડવા જઈ રહી છે. જેમાંથી કેટલીક કંપનીઓને સેબીની મંજૂરી મળી ચૂકી છે.

પ્રાથમિક બજારમાં IPOમાં રોકાણકારોનો રિસ્પોન્સ અને અર્થવ્યવસ્થામાં રિકવરીની આશાએ અનેક કંપનીઓ ત્ભ્બ્ લોન્ચ કરી રહી છે. જેમાં ડોડલા ડેરી, ઈન્ડિયા પેસ્ટીસાઈડ્સ, KIMS હોસ્પિટલ, ગ્લેનમાર્ક લાઈફ સાયન્સ, શ્યામ મેટેલિકસ અને આરોહણ ફાયનાન્સિયલ જેવી પ્રમુખ કંપનીઓ શામેલ છે.

ઈન્ડિયા પેસ્ટીસાઈડ્સ

ઈન્ડિયા પેસ્ટીસાઈડ્સ રૂ. ૮૦૦ કરોડનો IPO લઈને આવી રહી છે. રૂ. ૮૦૦ કરોડના આ IPOમાં રૂ. ૧૦૦ કરોડના ફ્રેશ ઈશ્યૂ જાહેર કરવામાં આવશે. જેમાં પ્રમોટર્સ અને અન્ય શેરધારકો દ્વારા રૂ. ૭૦૦ કરોડની ઓફર ફોર સેલ પણ શામેલ છે.

ડીઆરએચપી અનુસાર કંપની રૂ. ૭૫ કરોડના પ્રી-IPO લાવી શકે છે. જો કંપની પ્રી-IPO પ્લેસમેન્ટ ઈશ્યૂની મદદથી અધિક ફંડ એકત્ર કરી શકશે, તો ફ્રેશ ઈશ્યૂની રકમ પણ ઓછી થઈ જશે

KIMS

કૃષ્ણા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ(KIMS) IPOથી રૂ. ૨૦૦ કરોડના નવા શેર જાહેર કરશે. પ્રમોટર્સ અને બીજા રોકાણકારો દ્વારા ૨૧,૩૪૦,૯૩૧ ઈકિવટી શેર ઓફર ફોર સેલથી વેચવામાં આવશે. કંપનીના પ્રમોટર્સ ભાસ્કર રાવ બોલિનેની, રાજયશ્રી બોલિનેની અનુક્રમે રૂ. ૭.૭૫ લાખ અને રૂ. ૧૧.૬૩ લાખ શેર વેચી શકે છે.

આરોહણ ફાયનાન્સિયલ સર્વિસીસ

આરોહણ ફાયનાન્સિયલ સર્વિસીસ, આવિષ્કાર ગૃપની પ્રમોટેડ કંપની છે. આ કંપનીના IPOથી રૂ. ૮૫૦ કરોડના ફ્રેશ ઈશ્યૂ જાહેર કરવામાં આવશે. તેમાં ૨,૭૦,૫૫,૮૯૩ ઈકિવટી શેરને ઓફર ફોર સેલમાં પણ લાવવામાં આવશે.

ડોડલા ડેરી

ડોડલા ડેરી IPOથી રૂ. ૫૦ કરોડ સુધીના ફ્રેશ ઈશ્યૂ જાહેર કરશે અને તેમાં ૧૦,૦૮૫,૪૪૪ ઈકિવટી ઓફર ફોર સેલ પણ શામેલ હશે. IPOની ઓફર ફોર સેલમાં TPG Dodla Dairy Holdings Pte Ltd, Dodla Sunil Reddy, Dodla Deepa Reddy, Dodla Family Trust કંપની તેમની હોલ્ડિંગ વેચશે.

ડોડલા ડેરી આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક અને તમિલનાડુમાં બિઝનેસ કરે છે તથા વિદેશમાં યૂગાન્ડા અને કેન્યામાં પણ બિઝનેસ કરી રહી છે.

શ્યામ મેટાલિકસ

સ્ટીલનું ઉત્પાદન કરતી કંપની શ્યામ મેટાલિકસ એન્ડ એનર્જી લિમિટેડ રૂ. ૧૧૦૭ કરોડ એકત્ર કરવા માટે IPO લોન્ચ કરવા જઈ રહી છે. પબ્લિક ઈશ્યૂ માટે કંપની રૂ. ૬૫૭ કરોડના ફ્રેશ ઈકિવટી શેર જાહેર કરશે. કંપનીના પ્રમોટર અને રોકાણકારો ઓફર ફોર સેલથી IPO માટે રૂ. ૪૫૦ કરોડના શેર જાહેર કરશે.

ગ્લેનમાર્ક લાઈફ સાયન્સિસ

ગ્લેનમાર્ક લાઈફ સાયન્સિસ કંપની ગ્લેનમાર્ક ફાર્માની સહયોગી કંપની છે. કંપનીના IPO માટે રૂ. ૧,૧૬૦ કરોડના ફ્રેશ શેર જાહેર કરવામાં આવશે અને ઓફર ફોર સેલથી ૭૩,૧૦,૦૦૦ ઈકિવટી શેર જાહેર કરવામાં આવશે.

(10:11 am IST)