Gujarati News

Gujarati News

News of Tuesday, 19th May 2020

બજારમાં તેજી : સેંસેક્સમાં ૬૦૦ પોઇન્ટની રિકવરી રહી

નિફ્ટીમાં પણ તેજીનો માહોલ જોવા મળ્યો : સેંસેક્સ ૬૦૦ પોઇન્ટ ઉછળી ૩૦૬૦૯ની સપાટીએ બંધ એચડીએફસી, એચડીએફસી બેંક, એરટેલમાં પણ સુધાર

મુંબઈ, તા. ૧૯ : શેરબજારમાં ગઇકાલે એટલે કે સોમવારની તીવ્ર મંદી બાદ આજે શેરબજારમાં રિકવરી નોંધાઈ હતી. મંગળવારે વૈશ્વિક રાહે એચડીએફસી અને એચડીએફસી બેંક, ભારતી એરટેલ અને કોટક બેન્કની આગેવાનીમાં ઈક્વિટી બેન્ચમાર્ક સેન્સેક્સ ઈન્ટ્રા ડેમાં ૬૦૦ પોઈન્ટ્સ વધીને ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટીએ પણ આજે ઈન્ટ્રા ડેમાં ,૦૦૦ની સપાટીને પાર કરી હતી. શેરબજાર આજે ઉપરમાં ખૂલ્યા બાદ વધીને ટ્રેડ થઈ રહ્યું હતું. આજે સવારે ૧૦.૨૫ વાગ્યે સેન્સેક્સ ૫૮૦.૧૮ પોઈન્ટ્સ અથવા .૯૩ ટકા વધીને ૩૦,૬૦૯.૧૬ પોઈન્ટ્સની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ ૧૭૦.૧૫ પોઈન્ટ્સ અથવા .૯૩ ટકા વધીને ,૯૯૩.૪૦ પોઈન્ટ્સની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

          મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે .૬૨ ટકા અને .૭૯ ટકા વધીને ટ્રેડ થઈ રહ્યા હતા. સોમવારે ૧૦૬૯ પોઈન્ટ્સના તોતિંગ ગાબડા બાદ આજે નીચા મથાળે ફરી લેવાલી નીકળતા બજારમાં સુધારા તરફી ચાલ જોવા મળી હતી. આજે સવારે ટેલીકોમ, બેન્ક, ફાઈનાન્સ, પાવર, ઓટો, મેટલ, ઓઈલ-ગેસ શેરોમાં ધૂમ લેવાલી જોવા મળી હતી. આજે સવારે તમામ સેક્ટોરલ ઈન્ડાઈસિસ ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. સેન્સેક્સમાં ઓએનજીસીના શેર ટકા વધીને ટોપ ગેઈનર રહ્યા હતા. ઉપરાંત ભારતી એરટેલ, એચડીએફસી, મારુતિ, બજાજ ઓટો, કોટક બેન્ક, હીરો મોટોકોર્પ અને પાવરગ્રીડના શેર્સ પણ વધીને ટ્રેડ થઈ રહ્યા હતા. બીજી તરફ ઈન્ડસઈન્ડ બેન્ક, એસબીઆઈ, એશિયન પેઈન્ટ્સ અને એક્સિસ બેન્કના શેર્સ ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા. સોમવારે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સે કુલ ,૫૧૨.૮૨ કરોડના શેર્સ વેચ્યા હોવાનું સ્ટોક એક્સચેંજના સત્તાવાર ડેટામાં જણાવાયું હતું.

         ટ્રેડર્સના મતે કોવિડ-૧૯ની રસી શોધાવાની આશાથી રોકાણકારોના સેન્ટિમેન્ટમાં સુધારો જોવાયો હતો. અમેરિકાની બાયોટેકનોલોજી કંપની મોડેર્નાએ લોકો પર કોવિડ-૧૯ની રસીનું પરીક્ષણ કર્યું હોવાનું તેમજ તેના પોઝિટિવ પરિણામ મળ્યા હોવાનું જણાવ્યું હતું. સમાચાર વચ્ચે કોરોનાના સતત વધી રહેલા કેસને જોતાં રોકાણકારો હજુ સાવધ અભિગમ અપનાવી રહ્યા છે. ભારતના આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ,૦૧,૧૩૯ અને કોરોનાને કારણે ,૧૬૩ લોકોના મૃત્યુ થયા છે. વિશ્વભરમાં કોરોનાના કુલ ૪૮ લાખ કેસ છે અને .૧૮ લાખના મોત નીપજ્યા છે. આજે સવારે એશિયાના અન્ય બજારોમાં શાંઘાઈ, હોંગકોંગ અને સિઓલના શેરબજારો પણ ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. સોમવારે વોલસ્ટ્રીટ પણ ગ્રીન ઝોનમાં બંધ રહ્યું હતું.

(7:59 pm IST)