Gujarati News

Gujarati News

News of Tuesday, 19th May 2020

વિમાન કંપની સ્પાઇજેટ 15 જુનથી આંતરરાષ્‍ટ્રીય ઉડાનો માટે બુકિંગ શરૂ કરશે

મુંબઇ: રાષ્ટ્રવ્યાપી લોકડાઉનના લીધે 31 મે સુધી ઉડાન સેવા બંધ રહેવા વચ્ચે કેટલીક એરલાઇન્સ કંપનીઓએ જૂનથી ઉડાનોનું બુકિંગ શરૂ કરી દીધું છે. સૂત્રોએ આ જાણકારી આપી છે.

અત્રે ઉલ્લેખનીય છે કોવિડ-19ના કારણે ચાલી રહેલા રાષ્ટ્રવ્યાપી લોકડાઉન દરમિયાન 25 માર્ચથી નિલંબિત થયેલી તમામ ઘરેલૂ અને આંતરરાષ્ટ્રીય ઉડાનો હાલ ઓછામાં ઓછા 31 મે સુધી બંધ છે અને તેનું સંચાલન શરૂ કરવા સંબંધમાં સરકાર તરફથી કોઇ દિશા-નિર્દેશ જાહેર થયા નથી.

એક સૂત્રએ જણાવ્યું હતું કે 'ઘરેલૂ વિમાન કંપનીઓએ જૂનથી પોતાની ઉડાનોનું બુકિંગ શરૂ કરી દીધું છે. સંપર્ક કરતાં સ્પાઇજેટના સૂત્રએ જણાવ્યું હતું કે કંપની 15 જૂનથી આંતરરાષ્ટ્રીય ઉડાનો માટે બુકિંગ શરૂ કરી રહી છે.

ઇંડિગો અને વિસ્તારાના સૂત્રોએ જણાવ્યું કે બંને કંપનીઓ ઘરેલૂ ઉડાનો માટે બુકિંગ કરી રહી છે. જોકે બુકિંગ શરૂ કરવા માટે સ્પાઇજેટ, ઇંડિગો, વિસ્તારા અને ગોએર તરફથી કોઇ સત્તાવાર ટિપ્પણી આવી નથી.

સોમવારે ભારતીય હવાઇ યાત્રી એસોસિએશન (એપીઆઇ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ સુધાકર રેડ્ડીએ બુકિંગ શરૂ કરવા માટે કેટલીક એરલાઇન કંપનીઓની ટીકા કરી હતી.

તેમણે એક ટ્વિટમાં દાવો કર્યો છી કે 'અમે સમજીએ છીએ કે ઇંડીગો, સ્પાઇઝેટ, ગોએરએ એમ વિચારીને આંતરરાષ્ટ્રીય ઉડાનો માટે બુકિંગ શરૂ કર્યું છે કે એક જૂનથી સંચાલન શરૂ થઇ જશે. કૃપિયા તેમના ચક્કરમાં ના પડો. તમરા પૈસા ઉધાર ખાતામાં જતા રહેશે, સારું રહેશે કે તેને તમારી પાસે સુરક્ષિત રાખો.

(5:15 pm IST)