Gujarati News

Gujarati News

News of Tuesday, 19th May 2020

ટ્રમ્પની ધમકીની અસર : કોરોના વાઇરસના ફેલાવા અંગે નિષ્પક્ષ તપાસ કરાવવા WHO તૈયાર થયું

જીનીવા : WHO  ચીનની કઠપૂતળી છે.તેવા આક્ષેપ સાથે અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ તેને આપવાના થતા ફંડ ઉપર બ્રેક મારી દઈ કોરોના વાઇરસનો ફેલાવો થતો અટકાવવામાં ચીન નિષ્ફ્ળ ગયું હોવાનો આક્ષેપ કર્યો છે.તથા WHO  તેને છાવરે છે અને આ બાબતે તેનો બચાવ કરે છે.તેથી કાયમ માટે ફંડ આપવાનું બંધ કરી દેવાની સાથે સભ્યપદેથી પણ રાજીનામુ આપવાની ધમકી દેતા આખરે  નિષ્પક્ષ તપાસ કરાવવા WHO સંમત થયું હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

ઉલ્લેખનીય છે કે કોરોના વાઇરસ ચીનના વુહાન શહેરમાંથી ફેલાયો હોવાનો દુનિયાના મોટા ભાગના દેશોનો આક્ષેપ છે.જે અંગે ચીને સહુને ચેતવણી આપવાને બદલે અંધારામાં રાખ્યા હોવાનો આક્ષેપ છે.જેથી હાલમાં વિશ્વમાં 48 લાખ જેટલા લોકો કોરોના વાઇરસથી સંક્રમિત થઇ ચુક્યા છે.અને 3 લાખ 17 હજાર જેટલા લોકોના મોત થયા છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:08 pm IST)