Gujarati News

Gujarati News

News of Sunday, 19th May 2019

મંગળવારે એનડીએના નેતાઓની બેઠક :તમામને દિલ્હી બોલાવાયા :રણનીતિ ઘડાશે

એક્ઝિટ પોલ બાદ દિલ્હીના રાજકારણમાં ગરમાવો :એનડીએ કેન્દ્રમાં નવી સરકાર બનાવવા તરફ

નવી દિલ્હી :લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ એક્ઝિટ પોલ જાહેર થતા એનડીએને બહુમતી મળ્યાનો દાવો કરાય છે ત્યારે હવે એનડીએના લીડર્સ 21મીએ બેઠક કરશે, આ બેઠક માટે તમામ નેતાઓને દિલ્હી બોલાવવામાં આવ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે 23 મેએ આવનારા પરિણામને ધ્યાને રાખી આગળની રણનીતિ પર વાત કરવામાં આવશે. જો કે બેઠકની આગેવાની કોણ કરશે તે હાલ જાણવા મળ્યું નથી.

    એક્ઝિટ પોલના પરિણામમાં એનડીએને રેકોર્ડબ્રેક જીત મળી રહી છે, અનુમાન છે કે લોકસભા ચૂંટણી 2019ના પરિણામમાં 336 સીટ મળી શકે છે. તો યુપીએ માત્ર 82 સીટ પર જ સમેટાઇ જશે. અન્યને 124 સીટ પર જીત મળવાની આશા છે. જ્યાં એનડીએને કુલ શેર અંદાજે 48.5 ટકા રહેવાની આશા છે. યુપીએને 25 ટકા પર જ સંતોશ માનવો પડશે

(11:07 pm IST)
  • ન્યુઝ નેશન્સના એક્ઝિટ પોલમાં ભાજપને 282 થી 290 બેઠકો, જયારે કોંગ્રસ અને તેના સાથી પક્ષોને 118થી 126 બેઠકો અન્યને 130 થી 138 બેઠકોમળશે તેવું જણાવાયું છે access_time 7:47 pm IST

  • એનડીએ મોરચાને સ્પષ્ટ બહુમતી નહિ મળે :એબીપી-નિલ્સન એકઝીલ પોલ મુજબ ભાજપના નેતૃત્વના એનડીએને 267 બેઠક મળશે :બહુમતીના મેજીક આંકડાથી દૂર રહેશે :યુપીએ 127 બેઠક અને અન્ય પક્ષને 148 સીટ મળશે :એબીપી-નીલસનના એક્ઝિટ પોલનું તારણ access_time 7:41 pm IST

  • પંજાબના ગુરદાસપુરમાં મતદાન વેળાએ હિંસા :મતદાન બાદ કોંગ્રેસ અને અકાલી દળના કાર્યકર્તાઓ વચ્ચે મારામારી :ત્રણ જેટલા શખ્સો ઘાયલ :મારામારીની ઘટના બાદ પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવવા પ્રયાસો હાથ ધર્યા access_time 1:37 am IST