Gujarati News

Gujarati News

News of Sunday, 19th May 2019

ભાજપને પૂર્ણ બહુમત સાથે 300 અને એનડીએને 350 સીટ મળશે : ચાણક્ય-ન્યૂઝ 4નો એક્ઝિટ પોલ

કોંગ્રેસને 55 આસપાસ ,યુપીએને 95 સીટ અને અન્ય પક્ષને 97 બેઠક મળશે

નવી દિલ્હી : ચાણક્ય-ન્યૂઝ24નો એકઝીટ પોલ કહે છે ભાજપને પૂર્ણ બહુમત સાથે ૩૦૦ (પ્લસ- માઇનસ ૧૪) અને  એનડીએને ૩૫૦ (પ્લસ- માઇનસ ૧૪) આસપાસ બેઠક મળશે

   : ચાણક્યના આ વરતારા મુજબ કોંગ્રેસને માત્ર ૫૫ આસપાસ  (પ્લસ- માઇનસ ૫) જ્યારે યુપીએ મોરચાને ૯૫ (પ્લસ- માઇનસ ૯) આસપાસ બેઠકો મળશે

  .જ્યારે અન્ય પક્ષને ૯૭ બેઠકો (પ્લસ- માઇનસ ૧૧ બેઠક) મળતી ચાણક્યના આ વરતારામાં દર્શાવી છે.

(10:12 pm IST)
  • ચૂંટણી પરિણામ પહેલા પંજાબ કોંગ્રેસમાં કકળાટ ચરમસીમાએ :કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું સિદ્ધુ મને હટાવી પોતે સીએમ બનવા માંગે છે:તેઓએ કહ્યું મારી અને નવજોત સિંહ સિદ્ધુ વચ્ચે ટિપ્પણીનું કોઇ પણ યુદ્ધ નથી ચાલી રહ્યું. જો તેઓ મહત્વકાંક્ષી છે તો ઠીક છે: લોકોની પાસે મહત્વકાંક્ષા હોય છે : હું સિદ્ધુને બાળપણથી જાણુ છું. તેઓપંજાબના મુખ્યમંત્રી બનવા માંગે છે અને તેના કારણે તેઓ મને હટાવવા માંગે છે access_time 1:35 am IST

  • એક્ઝિટ પોલ્સ એ કાંઈ એક્ઝેકટ પોલ્સ નથી:વેંકૈયાજી :૧૯૯૯થી મોટાભાગના એક્ઝિટ પોલ્સ ખોટા પડ્યા છે. ઉપરાષ્ટ્રપતિ: વેંકૈયા નાયડુનો સ્પષ્ટ અભિપ્રાય: ન્યૂઝ ફર્સ્ટનો અહેવાલ. access_time 11:20 pm IST

  • ઉત્તરપ્રદેશમાં ભાજપને માત્ર 22 બેઠક મળશે :કોંગ્રેસને બે સીટ અને બસપા અને સપા ગઠબંધન 56 સીટ સાથે મોખરે રહશે :ગત ચૂંટણીમાં ભાજપને 71 સીટ અને તેના સાથી પક્ષને 2 મળીને 73 બેઠક મળી હતી access_time 7:06 pm IST