Gujarati News

Gujarati News

News of Sunday, 19th May 2019

સાતમા ચરણને લઇ ઉત્સુકતા

વારાણસી બેઠક પર તમામની નજર કેન્દ્રિત રહેશે

નવી દિલ્હી, તા. ૧૯ : છેલ્લા દોઢ મહિનાથી ચાલી રહેલી લોકસભાની ચૂંટણીની પ્રક્રિયા આજે સાતમાં તબક્કાના મતદાનની સાથે જ પૂર્ણ થઇ હતી. હવે ૨૩મી મેના દિવસે સત્તાની ચાવી કોની પાસે આવશે તે અંગે ફેંસલો થશે. ૧૭મી લોકસભાની ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા ચૂંટણી કાર્યક્રમની જાહેરાત થયા બાદ શરૂ થઇ હતી. ૧૦મી માર્ચના દિવસે લોકસભા ચૂંટણી માટે કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી. સાતમાં તબક્કાના મતદાનની સાથે સાથે નીચે મુજબ છે.

*       ૧૭મી લોકસભાની ચૂંટણી માટે તમામ પ્રક્રિયા અંતિમ તબક્કાના મતદાન સાથે પૂર્ણ થઇ

*       ૧૭મી લોકસભાની ચૂંટણી માટેની પ્રક્રિયા દોઢ મહિના સુધી ચાલતી

*       દેશમાં ૫૪૨ સીટ ઉપર સાત  તબક્કામાં મતદાન થયું

*       અંતિમ તબક્કામાં સાત રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશને આવરી લેતી ૫૯ સીટ પર ૬૦થી ૬૫ ટકા મતદાન

*       મોદી સહિત ૯૧૮ ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ થયા

*       સાતમાં તબક્કાની ચૂંટણીમાં બંગાળ સહિત અનેક જગ્યાઓએ હિંસા થઇ હતી

*       લોકસભાની ચૂંટણીના અંતિમ તબક્કામાં ૧૦.૦૧ કરોડ મતદારો માટે ૧૧૨૯૮૬ પોલિંગ સ્ટેશન બનાવવામાં આવ્યા હતા

*       ચૂંટણી પંચે તમામ જગ્યાઓએ મજબૂત સુરક્ષા ગોઠવી હતી

*       છેલ્લા છ તબક્કામાં ૬૬ ટકાથી વધારે સરેરાશ મતદાન થયું હતું

*       સમગ્ર ચૂંટણી પ્રક્રિયા ૩૮૩ દિવસ સુધી ચાલી હતી

*       સાતમાં તબક્કાની ચૂંટણીમાં ઉત્તરપ્રદેશની ૧૩, બંગાળની નવ, પંજાબની ૧૩, બિહારની આઠ, ઝારખંડની ત્રણ સીટ પર મતદાન

*       ઉત્તરપ્રદેશની વારાણસી સીટ પર મોદીનું ભાવિ સીલ

*       છેલ્લી ચૂંટણીમાં મોદી લહેર વચ્ચે ભાજપે આ તબક્કાની બેઠકો પૈકી મોટા ભાગની સીટો જીતી હતી

*       સાતમાં તબક્કામાં સવારે ૭ વાગે મતદાન શરૂ થયા બાદ મોડી સાંજ સુધી ચાલ્યું

*       સાતમાં તબક્કાની ચૂટણીમાં મોદી, સુખબીર, હરસિમરત કૌર, સની દેઓલ સહિતના ઉમેદવારોના ભાવિ સીલ થયા

*       ચૂંટણી પંચ દ્વારા તમામ જગ્યાઓએ સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દીધી હતી

*       તમામ મતદાન મથકો ઉપર વીવીપેટની વ્યવસ્થા કરવામાં આવી હતી. આનાથી વોટરો એ બાબતને જાણી શકશે કે, તેમના મત યોગ્ય ઉમેદવારને પડ્યા છે કે કેમ

*       તમામ મતદાન કેન્દ્રો ઉપર આ વખતે સીસીટીવી કેમેરા ગોઠવી દેવામાં આવ્યા હતા. અને ચૂંટણી પ્રક્રિયાની વિડિયોગ્રાફી કરવામાં આવી હતી

*       આ વખતે સામાન્ય ચૂંટણીમાં  કુલ સાત તબક્કાની ચૂંટણીમાં કુલ ૯૦ કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો

*       ૨૦૧૪થી હજુ સુધી ૮.૪ કરોડ મતદારો વધ્યા હતા. આમા પણ ૧.૫ મતદારો એવા છે જેમની વય ૧૮થી ૧૯ વર્ષની છે

*       ૧.૫ મતદારો એવા છે જેમની વય ૧૮થી ૧૯ વર્ષની છે. છેલ્લી ચૂંટણીમાં ૮૧ કરોડ મતદારો હતા

*       ૨૦૧૪માં ચૂંટણી દરમિયાન આ સદીમાં જન્મેલા લોકોની વય ૧૮ વર્ષની ન હતી

*       છેલ્લી ચૂંટણીની વાત કરવામાં આવે તો ૨૦૧૪માં સાત એપ્રિલના દિવસે પ્રથમ રાઉન્ડ માટે મતદાન થયું હતું જ્યારે ૧૨મી મેના દિવસે અંતિમ રાઉન્ડ માટે મતદાન યોજાયું હતું. ૧૬મી મેના દિવસે વર્ષ ૨૦૧૪માં ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા

(9:46 pm IST)
  • લોકસભા ચૂંટણી પરિણામ પહેલા બસપા સુપ્રીમો માયાવતી લખનઉથી દિલ્હી દોડ્યા: યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને મળશે: ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસના વિરોધમાં આક્રમક ભાષાનો ઉપયોગ કરનારી માયાવતીનું આ પગલું ચોંકાવનારું : ભાજપ પ્રણિત એનડીએને બહુમતી ન મળે તો કેન્દ્રમાં નોન-ભાજપ ગઠબંધન સરકાર બનાવવા માટે મનોમંથન થવાની શકયતા access_time 1:37 am IST

  • લોકસભા ચૂંટણી પરિણામ પહેલા રાજકીય ગતિવિધિ તેજ ;અખિલેશ યાદવ અને માયાવતીને મળ્યા ચંદ્રાબાબુ નાયડુ :પરિણામ બાદની રણનીતિ અંગે ચર્ચા ;ચંદ્રાબાબુ એનડીએના વિરુદ્ધના પક્ષોના નેતાઓને મળી રહ્યા છે ;નવા સમીકરણો પર રાજકીય વિશ્લેષકોની મીટ access_time 1:23 am IST

  • એક્ઝિટ પોલ્સ એ કાંઈ એક્ઝેકટ પોલ્સ નથી:વેંકૈયાજી :૧૯૯૯થી મોટાભાગના એક્ઝિટ પોલ્સ ખોટા પડ્યા છે. ઉપરાષ્ટ્રપતિ: વેંકૈયા નાયડુનો સ્પષ્ટ અભિપ્રાય: ન્યૂઝ ફર્સ્ટનો અહેવાલ. access_time 11:20 pm IST