Gujarati News

Gujarati News

News of Sunday, 19th May 2019

લોકસભા ચૂંટણીના અંતિમ સાતમા તબક્કામાં સરેરાશ 61 ટકા મતદાન :

પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ 73 ટકા મતદાન ;સૌથી ઓછું 49 ટકા બિહારમાં મતદાન થયું ;મધ્યપ્રદેશમાં 69 ટકા

નવી દિલ્હી : લોકસભાની ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કા માટે આજે મતદાન યોજાયું હતું  આ અંતિમ તબક્કામાં 59 બેઠકો પર મતદાન યોજાયેલ જેમાં સરેરાશ 61 ટકા મતદાન નોંધાયું છે આજે થયેલ મતદાનમાં ઉત્તર પ્રદેશની 13, પશ્ચિમ બંગાળની 9, પંજાબની 13, બિહારની 8, ઝારખંડની 3, હિમાચલ પ્રદેશની 4 અને મધ્યપ્રદેશની 8 તો ચંદીગઢની 1 સીટનો સમાવેશ થયો હતો

   સાતમાં ચરણમાં સાંજે  6 વાગ્યા સુધીમાં 60.21 ટકા મતદાન થયું. જેમાં બિહારમાં 49.92, હિમાચલ પ્રદેશમાં 66.18, મધ્યપ્રદેશમાં 69.38, પંજાબમાં 58.81, ઉત્તરપ્રદેશમાં 54.37, પશ્ચિમ બંગાળમાં 73.05, ઝારખંડમાં 70.5 ટકા અને ચંદીગઢમાં 63.57 ટકા મતદાન થયું.હતું
લોકસભા ચૂંટણી 2019માં 542 સીટ પર મતદાન પૂર્ણ થયાની ચૂંટણી પંચે જાહેરાત કરી છે. ચૂંટણી પંચે જણાવ્યું કે સાતમા ચરણનું પણ મતદાન પૂર્ણ થઇ ગયું છે. આ ચરણમાં 7.27 કરોડ મતદાતાઓએ ભાગ લીધો જેમાં 3.47 કરોડ મહિલા અને 3.377 ટ્રાંસજેન્ડર હતા

(9:08 pm IST)