Gujarati News

Gujarati News

News of Sunday, 19th May 2019

કર્ણાટમાં કોંગ્રેસનું અને કેરળમાં ભાજપનું ધોવાણ :કર્ણાટકમાં ભાજપને 25 સીટ અને કોંગ્રેસને 3થી 6 સીટ મળશે :કેરળમાં ભાજપને માત્ર એક સીટ ;ઇન્ડિયા ટુડેનો એક્ઝિટ પોલ

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019ના સાતમા અને આખરી તબક્કા માટે 7 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં વોટિંગ સંપન્ન થઈ ગયું છે સાથે જ ચૂંટણી સમાપ્ત થઈ ગઈ છે. હવે તમામ લોકો 23મેનો ઈંતેજાર કરી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સાશિત કર્ણાટકમાં કોંગ્રેસને જબરું નુકશાન થતું હોવાનું અને ગતવર્ષે પૂર પ્રભાવિત કેરળમાં ભાજપનું ધોવાણ થતું હોવાનો ઇન્ડિયા ટુડેનો એક્ઝિટ પોલ જણાવે છે

 ઈન્ડિયા ટુડેના એક્ઝિટ પોલ મુજબ કર્ણાટકમાં ભાજપને  25 સીટ મળવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જ્યારે કોંગ્રેસને માત્ર 3-6 સીટ મળવાનું અનુમાન જતાવવામાં આવી રહ્યું છે.

ઈન્ડિયા ટુડેના એક્ઝિટ પોલ મુજબ કેરળમાં યૂડીએફને 15-16 સીટ મળી રહી છે જ્યારે ભાજપને 0-1 સીટ મળવાનું અનુમાન જતાવવામાં આવી રહ્યું છે.

(8:45 pm IST)
  • આંધ્ર પ્રદેશમાં ફરી તેલુગુ દેશમ પાર્ટી સત્તા પર આવી રહી છે : ચંદ્રાબાબુ નાયડુ ફરી મુખ્ય મંત્રી બનશે : એક્ઝિટ પોલ:આંધ્ર પ્રદેશ વિધાનસભાની ચુંટણીઅંગેના એક્ઝિટ પોલમાં ફરી એકવાર ચંદ્રાબાબુ નાયડુની ટીડીપી સરકાર સત્તા પાર આવી રહયાના તારણો જાહેર થયા છે.:ફર્સ્ટ રિપોર્ટના અહેવાલ મુજબ આંધ્ર વિધાનસભાની ૧૭૫ બેઠકમાંથી ચંદ્રાબાબુના તેલુગુ દેશમ પક્ષને ૧૦૬ બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી મળી રહ્યાનું આ એક્ઝિટ પોલમાં દર્શાવાયું છે. access_time 1:36 am IST

  • ગોંડલ પંથક માં હવામાનમાં પલટો : હડમતાળા, પાટીયાળી, કોલીથડ સહિત ના ગામોમાં ભારે પવન સાથે વરસાદ.;વાતાવરણમાં ઠંડક પ્રસરી access_time 9:59 pm IST

  • વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે સોમવારે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વડા શ્રી મોહન ભાગવતજીને મળવાના છે : શ્રી મોદી ભાગવતજીને મળવા નાગપૂર ખાતે સંઘના હેડક્વાર્ટર ઉપર જશે. access_time 1:52 am IST