Gujarati News

Gujarati News

News of Sunday, 19th May 2019

એનડીએને ફરીવાર પૂર્ણ બહુમત :યુપીએને 128 બેઠકો :એનડીએને 42,3 ટકા અને યુપીએને 29,6 ટકા અને અન્યને 28 ટકા મત :રિપબ્લિક-સી વોટરનો એક્ઝિટ પોલ

એનડીએને 287 સીટો જ્યારે યુપીએને 128 સીટો અને અન્યને 127 બેઠક મળશે

નવી દિલ્હી ::લોકસભા ચૂંટણી 2019 માટે ચૂંટણી સંપન્ન થયા બાદ હવે એક્ઝીટ પોલ આવવા લાગ્યા છે  રિપબ્લિક સી વોટરના એક્ઝીટ પોલ અનુસાર વર્તમાન એનડીએ સરકાર બહુમતને પાર કરતી જોવા મળી રહી છે. એનડીએના ખાતામાં 287 સીટો જતી જોવા મળી રહી છે. જ્યારે યુપીએના ખાતામાં 128 સીટો મળવાનું અનુમાન બતાવવામાં આવ્યુ છે.

, રિપબ્લિક અને સી-વોટરના એક્ઝીટ પોલમાં પાર્ટીઓના મત ટકાની વાત કરીએ તો એનડીએને 42.3 ટકા મત મળવાનું અનુમાન છે. જ્યારે યુપીએના ખાતામાં 29.6 ટકા અને અન્યના ખાતામાં 28.1 ટકા મતો જતા જોવા મળી રહ્યા છે. જો કે કેન્દ્રમાં કોની સરકાર બનશે એ તો 23મેના રોજ મતગણતરી બાદ જ સ્પષ્ટ થઈ શકશે. પરંતુ અત્યાર સુધી આવેલા એક્ઝીટ પોલમાં એનડીએ ફરીથી સત્તા બનાવતી જોવા મળી રહી છે.

 

   અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી માટે રવિવારે સાતમાં અને અંતિમ તબક્કાના મતદાન ખતમ થયા બાદ દેશભરની 542 સીટો માટે મતદાન પૂર્ણ થઈ ગયુ છે. ત્યારબાદ હવે એક્ઝીટ પોલ આવવા શરૂ થઈ ગયા છે.વર્ષ 2014ની ચૂંટણીમાં એનડીએને 336 અને યુપીએને 60 સીટો મળી હતી. ભાજપને પાંચ વર્ષ પહેલા થયેલી સામાન્ય ચૂંટણીમાં ભાજપને 282, કોંગ્રેસ 44 અને અન્યને 147 સીટો મળી હતી.

(8:19 pm IST)
  • ઉત્તરપ્રદેશમાં ભાજપને માત્ર 22 બેઠક મળશે :કોંગ્રેસને બે સીટ અને બસપા અને સપા ગઠબંધન 56 સીટ સાથે મોખરે રહશે :ગત ચૂંટણીમાં ભાજપને 71 સીટ અને તેના સાથી પક્ષને 2 મળીને 73 બેઠક મળી હતી access_time 7:06 pm IST

  • રિપબ્લિક અને જનકીબાતના એક્ઝિટપોલમાં પૂર્ણ બહુમતી માટે 272 બેઠકો જોઈએ છે ત્યારે ભાજપના એનડીએને 305 બેઠક આપી છે access_time 7:44 pm IST

  • નરેન્દ્રભાઈ મોદી જ બનશે વડાપ્રધાન પરંતુ કેટલાક મુદ્દે ભાજપથી અમારી વિચારધારા અલગ છે :બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારે કહ્યું કે અમને આશા છે કે કેન્દ્રમાં વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં આગામી સરકાર બનશે અને જેડીયુ તેમાં સામેલ થશે :નીતીશકુમારે સ્પષ્ટ કર્યું કે પાર્ટી ધારા-370,સમાન નાગરિક સંહિતા,અને અયોધ્યા વિવાદ પર પોતાની પાર્ટીની અલગ વિચારધારા છે access_time 1:36 am IST