Gujarati News

Gujarati News

News of Sunday, 19th May 2019

ચૂંટણી વેળા ઉત્તરપ્રદેશ, એમપીમાં ચાર મોત થયા

લોકસભા ચૂંટણી વેળા બેને એટેક

ગોરખપુર, તા.૧૯ : લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કા માટે મતદાન વેળા ઉત્તરપ્રદેશમાં બે ચૂંટણી કર્મચારીઓના હાર્ટએટેકના કારણે મોત થયા છે. ગોરખપુર જિલ્લાના પીપરાઈચના માધોપુર પ્રાથમિક વિદ્યાલયમાં બૂથ નંબર ૩૮૧ પર તૈનાત ચૂંટણી કર્મચારીની ફરજ વેળા મોત થતાં ખળભળાટ મચી ગયો હતો. બીજી બાજુ કુપવા બૂથ નંબર ૨૧૩ પર ફરજ દરમિયાન એટેકથી એક કર્મચારીનું મોત થયું હતું. સાહેબ ચૂંટણી અધિકારી જેએમ મોર્યએ કહ્યું હતું કે, ૫૬ વર્ષીય રાજારામની ચૂંટણીમાં ડ્યુટી લગાવવામાં આવી હતી. આજે વહેલી પરોઢે ત્રણ વાગે અચાનક તેમની તબિયત ખરાબ થઇ હતી. તેમને પીપરાઇચ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા જ્યાં તેમને તબીબોએ મૃત જાહેર કર્યા હતા. ગોરખપુરના બુથ નંબર ૨૧૩માં ચૂંટણી કર્મચારી વિનોદ શ્રીવાસ્તવનું મોત થયું હતું. મધ્યપ્રદેશમાં બે જુદા જુદા મામલામાં ચૂંટણી ફરજ દરમિયાન બે સરકારી કર્મચારીઓના મોત થયા હતા. પોલિંગ બૂથમાં તૈનાત ગરુસિંહનું ધાર લોકસભા સીટમાં જલવત પોલિંગબુથમાં મોત થયું હતું. અંતિમ તબક્કામાં આજે ઉત્તરપ્રદેશની ૧૩ અને મધ્યપ્રદેશની ૮ લોકસભા સીટ પર મતદાન યોજાયું હતું. ચૂંટણી દરમિયાન બંગાળમાં પણ હિંસા થઇ હતી. આ ગાળા દરમિયાન મારામારી અને તોડફોડના બનાવો બન્યા હતા. ટીએમસી અને ભાજપના કાર્યકરો આમને સામને આવ્યા હતા.

(8:15 pm IST)
  • રિપબ્લિક ટીવી અને સી વોટરના એક્ઝિટ પોલમાં લોકસભાની 532 બેઠકોમાંથી ભાજપના એનડીએ મોરચાને 287 બેઠક જયારે કોંગ્રેસ અને તેના સાથી પક્ષોને 128 જયારે અન્ય નાના મોટા પક્ષોને 127 બેઠકો મળશે તેવી જણાવ્યું છે access_time 7:42 pm IST

  • એક્ઝિટ પોલ્સ એ કાંઈ એક્ઝેકટ પોલ્સ નથી:વેંકૈયાજી :૧૯૯૯થી મોટાભાગના એક્ઝિટ પોલ્સ ખોટા પડ્યા છે. ઉપરાષ્ટ્રપતિ: વેંકૈયા નાયડુનો સ્પષ્ટ અભિપ્રાય: ન્યૂઝ ફર્સ્ટનો અહેવાલ. access_time 11:20 pm IST

  • વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે સોમવારે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વડા શ્રી મોહન ભાગવતજીને મળવાના છે : શ્રી મોદી ભાગવતજીને મળવા નાગપૂર ખાતે સંઘના હેડક્વાર્ટર ઉપર જશે. access_time 1:52 am IST