Gujarati News

Gujarati News

News of Sunday, 19th May 2019

એક્ઝિટ પોલ અને ચૂંટણી રિઝલ્ટ બજારની દિશા નક્કી કરે તેવી વકી

ચૂંટણી પરિણામ સુધી અસમંજસની સ્થિતિ શેરબજારમાં રહેશે : અનેક મહત્વપૂર્ણ કંપનીઓના નાણાંકીય પરિણામ, ક્રૂડની કિંમત, ડોલર સામે રૂપિયાની ચાલ અને અમેરિકા-ચીન વિવાદોને લઇને પણ બજાર ઉપર અસર

મુંબઈ, તા. ૧૯ : શેરબજારમાં આવતીકાલથી શરૂ થતાં નવા કારોબારી સેશનમાં જુદા જુદા પરિબળોની સીધી અસર જોવા મળી શકે છે. જે પૈકી સૌથી વધારે અસર એક્ઝિટ પોલના તારણ અને ચૂંટણી પરિણામોથી થનાર છે. આ ઉપરાંત પણ અન્ય અનેક પરિબળો બજારની દિશા નક્કી કરી શકે છે. કેટલીક મહત્વપૂર્ણ કંપનીઓના નાણાંકીય પરિણામ પણ જારી કરવામાં આવનાર છે જેની અસર જોવા મળી શકે છે. જાણકાર લોકોનું કહેવું છે કે, સંબંધિત ઘટનાક્રમથી બજારમાં ઉતારચઢાવની સ્થિતિ રહી શકે છે. એક્ઝિટ પોલના તારણો આજે જારી કરવામાં આવ્યા હતા જેની સીધી અસર હવે આવતીકાલથી શરૂ થતાં નવા કારોબારી સત્રમાં જોવા મળી શકે છે. નિષ્ણાતોનું કહેવું છે કે, ચૂંટણી પરિણામ ન આવે ત્યાં સુધી શેરબજારમાં અસમંજસની સ્થિતિ રહી શકે છે. એપિક રિસર્ચના કારોબારી અધિકારીનું કહેવું છે કે, આ સપ્તાહમાં એવા પરિબળો જોવા મળનાર છે જેના લીધે લાંબા ગાળાની અવધિ માટે બજારની દિશા નક્કી થશે. આનાથી જ સંપત્તિ ઉભી કરી શકાશે. ચૂંટણી પરિણામ એક પ્રકારથી રાજકીય ઘટનાક્રમ હોય છે જે વર્ષો સુધી બજારની દિશા નક્કી કરી શકે છે. અર્થવ્યવસ્થા અને મૂડીરોકાણકારોની દ્રષ્ટિથી પણ પરિણામ યોગ્ય રહી શકે છે. બજારમાં કેટલાક ઉતારચઢાવ માટે જુદા જુદા પરિબળો જવાબદાર દેખાઈ રહ્યા છે. જાણકાર લોકોનું એમ પણ કહેવું છે કે, આ સપ્તાહ સમગ્ર વર્ષ માટે સૌથી મહત્વપૂર્ણ પુરવાર થઇ શકે છે. લોકોની નજર સ્ટોક કોટ  નહીં પરંતુ વોટ કોટ ઉપર રહેશે. સપ્તાહના ગાળા દરમિયાન કેટલીક મોટી કંપનીઓના પરિણામ જાહેર કરાશે જે કંપનીઓના નાણાંકીય પરિણામ જાહેર કરવામાં આવનાર છે તેમાં તાતા મોટર્સ, કેનેરા બેંક, શિપ્લાના પરિણામનો સમાવેશ થાય છે. આવી સ્થિતિમાં ત્રિમાસિક પરિણામોની અસર પણ બજાર ઉપ જોવા મળશે. ક્રૂડ ઓઇલની કિંમત, અમેરિકા અને ચીન વચ્ચે વેપાર વિવાદ, ડોલર સામે રૂપિયાની ચાલ, વિદેશી ભંડોળને લઇને બજારનું વલણ પણ મહત્વપૂર્ણ બની શકે છે. છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન સેંસેક્સમાં ૪૬૮ પોઇન્ટનો ઉછાળો રહ્યો હતો. શુક્રવારના દિવસે સેંસેક્સ ૫૩૭ પોઇન્ટ અથવા તો ૧.૪૪ ટકા સુધરીને ૩૭૯૩૧ની સપાટી ઉપર રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજમાં નિફ્ટી ૧૫૦ પોઇન્ટ રિકવર થઇને ૧૧૪૦૭ની સપાટી ઉપર રહ્યો હતો. શેરબજારમાં છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન વિદેશી મૂડીરોકાણકારો તરફથી ભારતીય મૂડી માર્કેટમાંથી ૬૩૯૯ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા છે. ચૂંટણી સંબંધિત અનિશ્ચિતતાના પરિણામ સ્વરુપે આ સ્થિતિ સર્જાઈ છે. નવેસરના આંકડા મુજબ એફપીઆઈ દ્વારા કુલ ૬૩૯૯ કરોડ રૂપિયા પાછા ખેંચાયા છે.

(8:13 pm IST)