Gujarati News

Gujarati News

News of Sunday, 19th May 2019

અરવિંદ કેજરીવાલની સુરક્ષા પરત લેવા માટેની કરાયેલ માંગ

અરવિંદ કેજરીવાલના નિવેદન બાદ માંગ ઉઠી

નવી દિલ્હી, તા.૧૯ : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા ગાર્ડ દ્વારા તેમની હત્યા કરવામાં આવી શકે છે તેવી શંકા વ્યક્ત કર્યા બાદ ભાજપના દિલ્હી એકમે તેમની સુરક્ષા દૂર કરવા માટેની માંગ ઉઠાવી છે. દિલ્હી ભાજપે દિલ્હી પોલીસ સમક્ષ માંગ કરી છે કે, કેજરીવાલને આપવામાં આવી રહેલી સુરક્ષાને પરત ખેંચી લેવી જોઇએ. કારણ કે, કેજરીવાલ પોતે જ આક્ષેપ કરીને સુરક્ષા ટીમ અને પોલીસ ઉપર દબાણ વધારી રહ્યા છે. ઇન્દિરા ગાંધીના મામલામાં જે રીતે બન્યું હતું તેવી જ રીતે તેમની સાથે થઇ શકે છે તેવી કેજરીવાલની રજૂઆત બાદ ભાજપ તરફથી આ અંગેની માંગ કરવામાં આવી છે. દિલ્હી ભાજપના પ્રવક્તા પ્રવિણ શંકર કપૂરે દિલ્હીના પોલીસ કમિશનર, ગૃહમંત્રાલય અને દિલ્હીના એલજીને પત્ર લખીને સુરક્ષા દૂર કરવાની માંગ કરી હતી. કપૂરે પત્રમાં કહ્યું છે કે, દિલ્હી પોલીસને અરવિંદ કેજરીવાલ પાસેથી માફી માંગી લેવી જોઇએ. જો માફી માંગવામાં ન આવે તો કેજરીવાલની સુરક્ષા પરત ખેંચી લેવી જોઇએ.ય કપૂરે કહ્યું છે કે, મુખ્યમંત્રીના નિવેદન બાદ તેમની સુરક્ષામાં તૈનાત રહેલા સુરક્ષા ગાર્ડની માનસિક સ્થિતિને લઇને ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. ગાર્ડની કાઉન્સિંલિંગ માંગ થઇ છે. કેજરીવાલે હાલમાં ભારે ચર્ચા જગાવી છે.

(8:12 pm IST)