Gujarati News

Gujarati News

News of Sunday, 19th May 2019

રાહુલ ગાંધીએ ૧૨૬ રેલી કરી : એમપીમાં વધુ રેલી

રાજસ્થાનમાં ૧૦ રેલી યોજી હતી

નવી દિલ્હી, તા.૧૯ : કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ પણ લોકસભાની ચૂંટણીમાં આ વખતે નવી આશા સાથે તમામ તાકાત લગાવી હતી. રાહુલ ગાંધીએ કુલ ૧૨૬ રેલીઓ યોજી હતી જેમાં મુખ્ય વિરોધ પક્ષો અને ભાજપ સરકાર ઉપર પ્રહાર કર્યા હતા. મતદારોને પ્રભાવિત કરવા માટે રાહુલ ગાંધીએ કેટલીક નવી યોજનાઓ લોકો સમક્ષ રજૂ કરી હતી જેમાં ન્યાય યોજનાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત નોટબંધી, જીએસટી, બેરોજગારીને લઇને મોદી અને ભાજપ ઉપર પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ કુલ ૧૨૬ ચૂંટણી રેલી યોજી હતી જેમાં રાહુલે સૌથી વધારે રેલી મધ્યપ્રદેશમાં યોજી હતી. મધ્યપ્રદેશમાં તેમની ૧૬, રાજસ્થાનમાં ૧૦, ઉત્તરપ્રદેશમાં નવ અને કેરળમાં આઠ રેલી યોજાઈ હતી.

રેલી અને ચૂંટણી પ્રચારના સંદર્ભમાં રાહુલ ગાંધી મોદી કરતા પાછળ રહ્યા હતા પરંતુ પોતાની જ્યાં સરકાર છે તે રાજ્યોમાં તમામ તાકાત લગાવી હતી. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં મળીને ૨૬ રેલી યોજી હતી. તેમની કુલ રેલીઓ પૈકી આ બે રાજ્યોમાં સૌથી વધારે રેલી યોજાઈ હતી. હાલમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કોંગ્રેસ પાર્ટીની જીત થઇ હતી.

(8:09 pm IST)