Gujarati News

Gujarati News

News of Sunday, 19th May 2019

ભાવિ સરકાર રાષ્ટ્રીય પક્ષની આગેવાનીમાં જ સ્થિર રહેશે :પ્રાદેશિક પક્ષની સરકાર મજબૂત નહીં હોય : કોંગ્રેસના નેતા વીરપ્પા મોઈલી

ભૂતકાળમાં પણ નાના પક્ષો દ્વારા સરકાર રચાઈ હતી, પરંતુ ત્રીજા મોરચાનો પ્રયોગ નિષ્ફળ રહ્યો છે

નવી દિલ્હી કોંગ્રેસ હાલ કોઈ પણ પક્ષને બહુમતી ન મળે અથવા ગઠબંધનને બહુમતી ન મળે તો મિલીજુલી સકરારને સમર્થન આપવા પર વિચાર કરી રહી છે ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા વીરપ્પા મોઈલીએ કહ્યું છે કે,'કોઈ પણ ભાવી સરકાર એક રાષ્ટ્રીય પક્ષની આગેવાનીમાં જ સ્થિર હશે.' જ્યારે તેમને એવો સવાલ પૂછાયો કે કોંગ્રેસના સમર્થનથી પ્રાદેશિક પક્ષો સરકાર બનાવે તેવી શક્યતા કેટલી ત્યારે તેમણે કહ્યું,'હું આ શક્યતાઓ નકારી નથી રહ્યો, પરંતુ આવી સરકાર મજબૂત સરકાર નહીં હોય. આવી સરકાર સ્થિર નહીં હોય.'

મોઈલીએ કહ્યું છે કે તેઓ રાહુલ ગાંધીની આગેવાનીમાં ગઠબંધનની મદદથી પ્રાદેશિક પક્ષો સાથે સરકાર રચવાની સંભાવના નકારી નથી રહ્યા. પરંતુ આવી સરકાર સ્થિર નહીં હોય. અને લાંબો સમય નહીં ટકી શકે. તેમણે કહ્યું કે ભૂતકાળમાં પણ નાના પક્ષો દ્વારા સરકાર રચાઈ હતી, પછી તે વીપી સિંહ હોય કે ચરણસિંહ કે ચંદ્રશેખની સરકાર, પરંતુ ત્રીજા મોરચાનો પ્રયોગ નિષ્ફળ રહ્યો છે.

(6:21 pm IST)
  • ઉત્તરપ્રદેશમાં ભાજપને માત્ર 22 બેઠક મળશે :કોંગ્રેસને બે સીટ અને બસપા અને સપા ગઠબંધન 56 સીટ સાથે મોખરે રહશે :ગત ચૂંટણીમાં ભાજપને 71 સીટ અને તેના સાથી પક્ષને 2 મળીને 73 બેઠક મળી હતી access_time 7:06 pm IST

  • બિહારના પાલીગંજ અને આરામાં મતદાન દરમ્યાન હિસા :મતદાન અટકાવવામાં આવ્યુ: પાલીગંજમાં મતદાન દરમ્યાન બે જૂથ આમને-સામને: મતદાન કેન્દ્રમાં તોડફોડ access_time 1:34 am IST

  • ગોંડલ પંથક માં હવામાનમાં પલટો : હડમતાળા, પાટીયાળી, કોલીથડ સહિત ના ગામોમાં ભારે પવન સાથે વરસાદ.;વાતાવરણમાં ઠંડક પ્રસરી access_time 9:59 pm IST