Gujarati News

Gujarati News

News of Sunday, 19th May 2019

ટીએમસી જિહાદી, ભાજપા કાર્યકર્તાઓને જાનથી મારવાની ધમકી આપી રહ્યા છે : સીકે બોસ

પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટી અને તૂણમૂલ કોંગ્રેસ વચ્ચે તકરાર સતત ચાલુ છે. બંને પાર્ટીના નેતાઓ એકબીજા પર પ્રહાર કરી રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સીકે બોસ ઘ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે ગઈ રાત્રે તેમના કાર્યકર્તાઓને ઘણા ફોન આવ્યા હતા. બધા જ બૂથ કાર્યકર્તાઓ ઘ્વારા મને ફોન કરીને જણાવવામાં આવ્યું કે તેમને ટીએમસી જેહાદીઓ તરફથી ધમકી મળી રહી છે. તેમને ધમકી આપવામાં આવી રહી છે કે જો ચૂંટણીના દિવસે તેઓ ભાજપના બૂથ કાર્યકર્તા તરીકે મતદાન કેન્દ્ર પર બેઠા તો તેમની હત્યા કરી દેવામાં આવશે. સીકે બોસ ઘ્વારા જણાવવામાં આવ્યું કે આતંકી સંગઠન અને ટીએમસી વચ્ચે કોઈ જ ફરક નથી.

આપને જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળમાં હિંસાને ધ્યાનમાં રાખતા ચૂંટણી પંચે એક દિવસ પહેલા જ ચૂંટણી પ્રચાર બંધ કરી દીધો હતો, જેને કારણે 16 મેં દરમિયાન પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર અટકી ગયો હતો. હવે જો છઠ્ઠા તબક્કાના મતદાન વિશે વાત કરવામાં આવે તો દરેક તબક્કામાં પશ્ચિમ બંગાળમાં હિંસાની ખબર સામે આવી છે. ભાજપા અને ટીએમસી કાર્યકર્તાઓ વચ્ચે ઘણીવાર હિંસક ઝડપ પણ જોવા મળી છે.

(4:08 pm IST)