Gujarati News

Gujarati News

News of Sunday, 19th May 2019

મણીપુર નાગા પિપલ્‍સ ફ્રન્‍ટ ભાજપને આપેલો ટેકો પરત ખેંચવાના મુડમાં ટેકા અંગે ફેર-વિચારણા કરવા મળેલ બેઠકમાં સુચનો રજુ થયા : જો કે નેતાઓ હજુ સુધી કોઇ ચોક્કસ નિર્ણય લઇ શકયા નથી

નવી દિલ્‍હી : ધી નાગા પિપલ્સ ફ્રન્ટ (NPF)એ મણીપુરમાં ભાજપ શાષિત રાજ્ય સરકારમાં ગઠબંધનનો ભાગ છે પણ આગામી સમયમાં ચૂંટણીનાં પરિણામો પછી ભાજપને આપેલો ટેકો પાછો ખેંચી લે તેવી શક્યતા જણાઇ રહી છે.

ભાજપને આપેલા ટેકા વિશે ફેર વિચારણા કરવા માટે નાગા પિપલ્સ ફ્રન્ટનાં નેતાઓની એક મિટિંગ તાજેતરમાં મળી હતી. જો કે, આ મિટિંગ નેતાઓ કોઇ ચોક્કસ તારણ પર આવી શક્યા નહીં.

એનપીએફનાં નેતાઓનો દાવો છે કે, ભાજપ સરકાર તેમણે આપેલા સૂચનો અને વિચારોને ગણકારતી નથી. જો કે, ભાજપે આ આરોપો નકાર્યા છે.

એનપીએફનાં પ્રવક્તાએ જણાવ્યું કે, ભાજપનો એનપીએફ પ્રત્યેનો અભિગમ સારો નથી અને તેથી અમે ટેકો પાછો ખેંચી લેવા માટે વિચારીએ છીએ. આ મિંટિંગમાં નાગા પિપલ્સ ફ્રન્ટનાં સિનિયર નેતાઓએ હાજરી આપી હતી.

ણીપુર વિધાનસભામાં કુલ 60 વિધાનસભા બેઠકો છે જેમાં એનપીએફનાં ચાર ધારાસભ્યો છે. જો નાગા પિપલ્સ ફ્રન્ટ ટેકો પાછો ખેંચી લે તો પણ ભાજપનાં નેતૃત્વવાળી સરકારને કોઇ ફર્ક પડવાનો નથી. ભાજપનાં 29 ધારાસભ્યો છે.

2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનાં 28 ધારાસભ્યો ચૂંટાયા હતા પણ તેમાંથી આઠ ધારાસભ્યો ભાજપમાં જોડાઇ ગયા હતા. આથી ભાજપનાં ધારાસભ્યોની સંખ્યા 21માંથી 29 થઇ હતી.

(4:11 pm IST)
  • નરેન્દ્રભાઈ મોદી જ બનશે વડાપ્રધાન પરંતુ કેટલાક મુદ્દે ભાજપથી અમારી વિચારધારા અલગ છે :બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારે કહ્યું કે અમને આશા છે કે કેન્દ્રમાં વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં આગામી સરકાર બનશે અને જેડીયુ તેમાં સામેલ થશે :નીતીશકુમારે સ્પષ્ટ કર્યું કે પાર્ટી ધારા-370,સમાન નાગરિક સંહિતા,અને અયોધ્યા વિવાદ પર પોતાની પાર્ટીની અલગ વિચારધારા છે access_time 1:36 am IST

  • ઉત્તરપ્રદેશમાં ભાજપને માત્ર 22 બેઠક મળશે :કોંગ્રેસને બે સીટ અને બસપા અને સપા ગઠબંધન 56 સીટ સાથે મોખરે રહશે :ગત ચૂંટણીમાં ભાજપને 71 સીટ અને તેના સાથી પક્ષને 2 મળીને 73 બેઠક મળી હતી access_time 7:06 pm IST

  • શહેરના હાર્દ સમા રેસકોર્સમાં વધતું જતું ન્યુસંસ :સરાજાહેર યુવાન પર કરવામાં આવ્યો છરી વડે હુમલો :ત્રણ થી ચાર શખસોએ કર્યો હુમલો :માથાના ભાગે છરી વાગતા યુવાન ઘવાયો :યુવાનને ૧૦૮ મારફત સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો :ઘટના સ્થળે પહોંચેલ પોલીસે છરી કરી કબ્જે access_time 11:58 pm IST