Gujarati News

Gujarati News

News of Sunday, 19th May 2019

આજે યોજાયેલ ચૂંટણીમાં ઉત્તરપ્રદેશની ચંદોલી લોકસભાની બેઠક પર દલીતોની વસ્‍તીમાં મતદાન કર્યા વગર પહેલા જ ઇન્‍કની નીશાની લગાવી દલીલોને રૂ. પ૦૦ આપવાનો ભાજપ પર આક્ષેપો થયા: ચંદોલીના S.D.M.એ તપાસની ખાત્રી આપી હજુ અકબંધ છે : કારણ ચૂંટણી પહેલા અમારી આંગળી પર ઇન્‍ક લગાવાઇ છે

નવી દિલ્‍હી : લોકસભા ચૂંટણી 2019નાં અંતિમ ચરણ માટે રવિવારે એટલે આજે મતદાન થઇ રહ્યું છે. આ પહેલા જ હેરાન કરનારી એક વાત સામે આવી છે. ઉત્તરપ્રદેશનાં ચંદૌલી લોકસભાની બેઠક પર દલિતોની વસ્તીમાં મતદાન કરતાં પહેલાં જ ઇન્ક લગાવવામાં આવી હતી. આ સાથે જ તેમને 500 રૂપિયા પણ આપવામાં આવ્યાં છે.

અહીંયાનાં તારાજીવનપુર ગામમાં દલિત વસ્તીનાં લોકોને બીજેપી કાર્યકર્તાઓએ મતદાન ન કરવા માટે 500-500 રૂપિયા આપીને ઇન્ક લગાવી દેવાનો આરોપ છે.

આ મામલામાં ચંદૌલીનાં એસડીએમ હર્ષ કુમારે જણાવ્યું કે મોડી રાતે અમને આ ખબર મળી હતી. જેમાં અમને જાણવા મળ્યું હતું કે તારાજીવનપુર ગામનાં દલિત વસ્તીનાં લોકોએ નોટ આપીને વોટ ખરીદવાનો આરોપ લગાવ્યો છે. તેમનો આરોપ છે કે બીજેપી કાર્યકર્તાઓએ વોટ ન આપવા માટે તેમને રુપિયા આપ્યાં અને આંગળી પર નિશાન લગાવી દીધું હતું.

એસડીએમ કુમાર હર્ષે કહ્યું કે ફરિયાદી હાલ પોલીસ સ્ટેશનમાં છે. જે લોકોએ ફરિયાદ કરી છે તેઓ કહી રહ્યાં છે કે, અમે મક્કમ છીએ અમે આગળની કાર્યવાહી કરીશું. અમે હજી પણ મતદાન કરી શકીએ છીએ કારણ કે જ્યારે અમારી આંગળી પર ઇન્ક લગાડી ત્યારે ચૂંટણી શરૂ થઇ ન હતી. અમારે એફઆરઆઈમાં લખાવવાનું રહેશે કે અમારી આંગળી પર જબરદસ્તીથી ઇન્ક લગાડવામાં આવી છે.

(1:40 pm IST)