Gujarati News

Gujarati News

News of Sunday, 19th May 2019

રાજસ્‍થાનના અલવરમાં ૧પ વર્ષની તરૂણી પર ત્રણ-ત્રણ કિશોરીએ દુષ્‍કર્મ આચર્યુ : બેની ધરપકડ : દુષ્‍કર્મના એક આરોપીને તો ટોળાએ જ રહેશી નાખ્‍યો : બંને આરોપીને બાળ અદાલતમાં મોકલી આપ્‍યા: રાજસ્‍થાનમાં દુષ્‍કર્મની ઘટના સતત વધતી જતા ભાજપ દ્વારા સરકાર સામે ઉગ્ર દેખાવ કરી ઘેરવાનો પ્રયાસ

રાજસ્થાન: રાજસ્થાનનાં અલવરમાં 15 વર્ષની એક તરુણી પર ત્રણ કિશોરોએ દુષ્કર્મ આચર્યુ હતુ. આ ઘટનાથી ગુસ્સે ભરાયેલા ટોળાએ એક આરોપીને રહેંશી નાંખ્યો હતો. રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર છે અને વિરોધ પક્ષમાં રહેલા ભાજપે આ ઘટનાને લઇને સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે.

આધારભૂત સુત્રોનાં જણાવ્યા અનુસાર, અલવરનાં એક ગામમાં 15 વર્ષની તરુણી પર ત્રણ કિશોરોએ દુષ્કર્મ આચર્યુ હતુ. તરુણી તેના સબંધીને ત્યાં લગ્નમાં આવી હતી.

સિનીયર પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ત્રણમાંથી એ આરાપીઘટના સ્થળેથી ભાગવામાં સફળ રહ્યો હતો પણ બે આરોપીઓ પકડાઇ ગયા હતા.

ભોગબનનારનાં પરિવારજનોએ આ આરોપીને ખુબ માર માર્યો હતો. જેમાંથી એક આરોપીનું મોત નિપજ્યું હતું. આ ઘટનામાં દુષ્કર્મનાં આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને સાથે સાથે આરોપીની હત્યા મામલે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

તપાસ અધિકારી રામજીલાલે જણાવ્યુ કે, દુષ્કર્મનાં બંને આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને તેને મેની 29 તારીખ સુધી બાળ અદાલતમાં મોકલવામાં આવ્યા છે.

ત્રીજી એક ઘટનામાં, રાજસ્થાનનાં ધોલપુરમાં આઠ વર્ષની છોકરી પર દુષ્કર્મ આચરવામાં આવ્યુ હતું.

આ ત્રણેય ઘટનાઓથી ભાજપે કોંગ્રેસ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને આરોપ લગાવ્યો હતો કે, રાજ્યમાં મહિલાઓ પરનાં ગુનાઓ વધી રહ્યા છે અને મહિલાઓ સલામત નથી. સરકારે આ પ્રકારનાં ગુનાઓ રોકવા માટે ગંભીર પગલાઓ લેવા જોઇએ.

(1:36 pm IST)