Gujarati News

Gujarati News

News of Sunday, 19th May 2019

ભારતને મોટો ઝટકો: મેહુલ ચોક્સીની ધરપકડ કરવા એન્ટિગુઆ સરકારે કર્યો ઇન્કાર : હવે ફરીથી ભારતે કાર્યવાહી કરવી પડશે

નવી દિલ્હી : પીએનબીને કરોડો રૂપિયાનો ચુનો લગાવનાર મેહુલ ચોકસી મામલે ભારતને મોટો ઝાટકો લાગ્યો. મળતા રિપોર્ટ પ્રમાણે એન્ટિગુઆ સરકારે મેહુલ ચોક્સીની ધરપકડ માટે ઇનકાર કર્યો છે. મેહુલ પીએનબીને કરોડો રૂપિયાનો ચુનો લગાવી એન્ટિગુઆમાં સ્થાઈ થયો છે.

આ મામલે ભારતની તપાસ એજન્સીએ ઈન્ટરપોલ પાસેથી રિપોર્ટ માગ્યો હતો. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યુ હતુ કે, એન્ટિગુઆની સરકારે મેહુલ ચોકસીની ધરપકડ માટે ઇનકાર કર્યો. આ પ્રકારના ખુલાસા બાદ ભારતની તપાસ એજન્સીઓ સતર્ક બની છે. પીએનબી કૌભાંડ મામલે મેહુલ ચોક્સી અને નીરવ મોદી પણ ફરાર છે. કૌભાંડ સામે આવે તે પહેલા નિરવ મોદી અને મેહુલ ચોકલ ચોકસી દેશ છોડીને ફરાર થઈ ગયા હતા.

ત્યારે આ મામલાની તપાસ સીબીઆઈ અને ઈડી કરી રહી છે. ગત દિવસે મહારાષ્ટ્રમાં નિરવ મોદીના બંગ્લાને તોડી પાડવામાં આવ્યો હતો. જે બાદ નિરવ મોદીની કરોડો રૂપિયાની સંપત્તિની હરાજી કરવાની પણ તૈયારી કરવામાં આવી રહી છે.

(12:46 pm IST)