Gujarati News

Gujarati News

News of Sunday, 19th May 2019

નરેન્દ્ર મોદી ર૩ મે ના રોજ ચૂંટણીના પરિણામો પૂર્વે આરએસએસના વડા મથકની મુલાકાત લઇને મોહન ભાગવતને મળશે

કેન્દ્ર ખાતે સત્તારૂઢ થયા બાદ વડાપ્રધાન પ્રથમ વખત નાગપુરમાં સંઘના વડા મથકની મુલાકાત લેશે

નવી દિલ્હી : ચૂંટણીના પરિણામોના થોડા દિવસ પૂર્વ વડાપ્રધાન મોદી નાગપુર ખાતે આરએસએસ વડા મથકની મુલાકાત લેશે. વિશ્વસનીય સુત્રોના જણાવ્યા અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ર૩ મે ના રોજ જાહેર થનારા ચૂંટણી પરિણામો પશ્ચાત ઉદ્ભવનારી વિવિધ સ્થિતિ અંગે ચર્ચા કરવા આરએસએસના વડા મોહન ભાગવત સાથે ર૦ મે, ના રોજ બેઠક યોજાશે.

આરએસએસ વડા મથક ખાતે મોદીની મુલાકાત છેલ્લા ચાર વર્ષમાં પ્રથમ વખત હશે. તેનાથી એવી અટકળો વહેતી થઇ છે કે નરેન્દ્ર મોદી વડા પ્રધાન પદ માટે સંઘ પરિવારના સમર્થનની માંગણી કરશે. કારણે કે એવી અફવાઓ વહેતી થઇ છે કે જો ભાજપને બહુમતી નહીં મળે તો આરએસએસ એનડીએના સભ્યોને ખુશ કરવા પીએમ પદ માટે ભાજપના અન્ય કોઇ નેતાનું નામ સુચવશે.

(11:48 am IST)