Gujarati News

Gujarati News

News of Sunday, 19th May 2019

મમતા બેનર્જીના ભત્રીજાએ વડાપ્રધાન મોદીને ફટકારી નોટીસ : 36 કલાકમાં માંગ્યો જવાબ:કાયદેસરની કાર્યવાહી કરવા ચીમકી

ડાયમંડ હાર્બરમાં જનસભાને સંબોધતા પીએમએ કરેલી ટિપ્પણી મામલે અભિષેક બેનર્જીએ વકીલ મારફત નોટિસ મોકલી

 

કોલકાતા :પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીને માનહાની નોટિસ ફટકારી છે  નોટિસ અભિષેકના ડાયમંડ હાર્બરમાં 15 મેએ જનસભા દરમિયાન ટિપ્પણી મામલે મોકલવામાં આવી છે

  અભિષેક . બેનર્જીના વકીલ સંજય બાસુ તરફથી મોકલાયેલ નોટિસમાં લખ્યું કે તમારા તરફથી આપવામાં આવેલા ભાષણથી સ્પષ્ટ થાય છે કે તમે ખોટા અને દુર્ભાગ્યપૂર્ણ વાત કરી. સાથે તમે દીદી અને ભત્રીજા કહી સંબોધત કર્યું. સમગ્ર દેશ જાણે છે કે દીદી મમતા બેનર્જીને કહેવામાં આવે છે અને તેમનો એક ભત્રીજો છે.

  બાસુએ આગળ લખ્યું કે વડાપ્રધાને પોતાના ભાષણમાં ગુંડા શબ્દનો પ્રયોગ કર્યો. આવા નિવેદન આપવાથી તમે મારા ક્લાઇન્ટની પબ્લિક ઇમેજને ખરાબ કરવા માગો છો. વડાપ્રધાનના પદ પર હોવા છતા તમારા તરફથી આપવામાં આવેલું નિવેદન અયોગ્ય છે. ચૂંટણીનું પરિણામ આવ્યા પછી અભિષેકની ઓફિસમાં તાળું લાગી જશે.

નોટિસ પ્રમાણે વડાપ્રધાનને 36 કલાકમાં અભિષેકને માફી માગવી પડશે, જો આવું કર્યું તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને સંબંધમાં કોઇ અન્ય નોટિસ નહીં આપવામાં આવે

(12:00 am IST)