Gujarati News

Gujarati News

News of Sunday, 19th May 2019

હિંદુ' શબ્દ ભારત સાથે જોડાયેલો નથી:પ્રાચીન ગ્રંથમાં આ શબ્દનો કોઈ ઉલ્લેખ નથી:કમલા હસનનું ટ્વીટ

મુઘલ સહિત વિદેશી આક્રમણકારીઓએ આ શબ્દ આપ્યો: આપણી ઓળખ ભારતીય તરીકે હોવી જોઈએ ના કે એક હિંદુ તરીકે હોવી જોઈએ.

અભિનેતામાંથી નેતા બનલા કમલ હાસન ફરીથી વિવાદ છેડ્યો છે મક્કલ નિધિ મય્યમ પાર્ટીના સંસ્થાપક કમલ હાસનેફરીથી કંઈક એવી ટિપ્પણી કરી છે જેના પર વિવાદ થયો છે તેમણે દાવો કર્યો કે 'હિંદુ' શબ્દ ભારત સાથે જોડાયેલો નથી, પ્રાચીન ગ્રંથમાં આ શબ્દનો કોઈ ઉલ્લેખ નથી મળતો, આ શબ્દ વિદેશીઓ દ્વારા અપાયો છે કમલ હાસને આ અંગે ટ્વીટર પર તમિલ ભાષામાં એક ટ્વીટ કર્યુ છે.

કમલ હાસને તમિલમાં કરેલા પોતાના ટ્વીટમાં લખ્યુ, 'પહેલી સહસ્ત્રીબ્દી દરમિયાન દક્ષિણ ભારતના ના તો અલવર કે ના નયનમાર, ના વૈષ્ણવ અને ના શૈવ કવિ-સંતોએ ક્યારેય 'હિંદુ' શબ્દનો ઉપયોગ કર્યો છે. આપણા પર શાસન કરતા અંગ્રેજોએ મુઘલો સહિત વિદેશી આક્રમણકારીઓએ આપેલા આ શબ્દને આગળ વધારવાનું કામ કર્યુ.' તેમણે દાવો કર્યો કે, 'કોઈ પણ પ્રાચીન ગ્રંથમાં 'હિંદુ' શબ્દનો ઉલ્લેખ મળતો નથી. મુઘલ સહિત બીજા વિદેશી આક્રમણકારીઓએ આ શબ્દ આપ્યો. આપણી ઓળખ એક ભારતીય તરીકે હોવી જોઈએ ના કે એક હિંદુ તરીકે હોવી જોઈએ.'

(12:00 am IST)