Gujarati News

Gujarati News

News of Sunday, 19th May 2019

પંજાબ કોંગ્રેસમાં ધમાસાણ : સિદ્ધુએ આપી રાજીનામાની ધમકી: બોલ્યા અશિષ્ટતા કરનારાઓ પર કાર્યવાહી કરો

કેપ્ટન અમરિંદર સિંહનું નામ લીધા વિના સિદ્ધુની ફટકાબાજી

ચંદીગઢઃ લોકસભા ચૂંટણી પોતાના અંતિમ મુકામ પર પહોંચી ચૂકી છે. 19 મેના રોજ લોકભાના 7મા અને આખરી તબક્કા માટે મતદાન થનાર છે. પંજાબની તમામ 13 સીટ પર રવિવારે જ મતદાન થશે. વોટોની ગણતરી 23મી મેના રોજ થે. પરંતુ પંજાબના સીએમ કેપ્ટન અમરિંદરસિંહ અને નવજોત સિંહ સિદ્ધુ વચ્ચે તકરાર અટકવાનું નામ નથી લઈ રહી. સિદ્ધુએ શુક્રવારે કેપ્ટન પર હુમલો બોલતા રાજીનામું આપવાની ધમકી આપી દીધી. જો કે તેમણે પાર્ટીથી રાજીનામું આપશે કે કેબિનેટથી એજણાવ્યું નથી

  પંજાબના મંત્રી અને કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુએ શુક્રવારે કહ્યું કે જો ધાર્મિક ગ્રંથોને અપવિત્ર કરવામાં સામેલ લોકોને સજા ન આપવામાં આવી તો તેઓ રાજીનામું આપી દેશે. તેમણે આ હુમલો કેપ્ટન અમરિંદર સિંહનું નામ લીધા વિના બોલ્યો. તેમણે કહ્યું કે કેટલાક લોકો કહે છે કે સીટ ન મળી તો રાજીનામું આપી દેશે. પરંતુ હું કું છું કે જો અશિષ્ટતા કરનારાઓ પર કાર્યવાહી ન થઈ તો હું રાજીનામું આપી દઈશ. તેમણે આગળ કહ્યું હું જણાવવા માગું છું કે હું રાજ્યસભા સીટ પહેલા જ છોડી ચૂક્યો છું. તેમણે દાવો કર્યો કે વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપે તેમને અમૃતસર સીટ છોડવા અને અન્ય સંસદીય ક્ષે્રથી ચૂંટણી લડવા કહ્યું હતું.

(12:00 am IST)