Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

કોંગ્રેસના દિલ્હી મુખ્યાલયમાં આગ લાગતા દોડધામઃ જો કે તાત્‍કાલીક આગ કાબુમાં આવી જતા નુકસાન નથી

નવી દિલ્હીઃ કોંગ્રેસના દિલ્હી સ્થિત મુખ્યાલય ખાતે આજે બપોરે આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. જો કે, આગ તાત્‍કાલીક કાબુમાં આવી જતા કોઇ નુકસાન કે જાનહાનિના સમાચાર નથી.

આગમાં કોઈના પણ ઘાયલ થવાની કોઈ જ ખબર નથી. જણાવવામાં આવી રહ્યું છે કે આ આગ કોંગ્રેસ મુખ્યાલયના એક રૂમમાં લાગી હતી. આગ લાગવાની સાથે જ ફાયરબ્રિગેડ ને તેના વિશે જાણકારી આપવામાં આવી. ફાયરબ્રિગેડ ગાડી આવતા પહેલા જ ત્યાં હાજર લોકોએ સિલિન્ડર ઘ્વારા આગ ઓલવી નાખી હતી.

હાલમાં કોંગ્રેસ મુખ્યાલયમાં પરિસ્થિતિ સામાન્ય છે. આગના કારણે વધારે નુકશાન નથી થયું. આગ લાગવા સમયે કોંગ્રેસના કોઈ પણ મોટા નેતા ત્યાં હાજર ના હતા.

(6:16 pm IST)