Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

કોંગ્રેસ - જેડીએસે લોકોનો વિશ્વાસઘાત કર્યો: યેદિયુરપ્પા ગૃહમાં ભાવૂક

-   વિશ્વાસ મત પૂર્વે આપેલા ભાષણમાં યેદિયુરપ્પા ગૃહમાં ભાવૂક બની ગયા હતા, તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસ - જેડીએસ વિરૃધ્ધ લોક ચુકાદો છે, ચૂંટણી બાદ ગઠબંધન કરીને લોકોનો દ્રોહ કર્યો છે

-   હું ખેડૂતોને બચાવવા માંગુ છું. જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી ખેડૂતો માટે લડતો રહીશ.

-   અમે લોકોના આંસુ લૂંછયા

-   રાજ્યના નગરજનોની સેવા કરવા હંમેશા તત્પર રહીશ

-   પ્રવચન દરમિયાન વારંવાર ગળગળા થઇ ગયા હતા.

-   સલામતી ડેમને વધારવાના પૂરતા પ્રયત્નો કર્યા

-   સિધ્ધારમૈયાએ કામ નથી કર્યું, ફંડનો દુરૃપયોગ થયો છે.

-   સત્તા માટે કોંગ્રેસ કંઇ પણ કરી શકે છે.

-   હું જીવનભર અગ્નિપરીક્ષામાંથી પસાર થયો છું.

-   નરેન્દ્ર મોદી સરકારે કર્ણાટકને ખૂબ મદદ કરી. કોંગ્રેસ - જેડીએસ અવસરવાદી ગઠબંધન છે.

-   હવેની ચૂંટણીમાં ૧૫૦ બેઠકો કર્ણાટકમાં જીતીશું.

-   અમને ૧૧૩ બેઠક આપી હોત તો આજે સ્થિતિ કંઇક જુદી હોત.

-   કર્ણાટકને ઇમાનદાર નેતાઓની જરૃર.

-   ચૂંટણી ગમે ત્યારે આવી શકે છે અને ૧૫૦ બેઠકો જીતી ફરી પાછો આવીશ.

-   રાજ્યમાં દરેક જગ્યાએ જઇને લોકોના દિલ જીતીને પરત ફરીશ.

-       પ્રવચન પૂર્ણ કરી યેદિયુરપ્પાએ રાજ્યપાલને રાજીનામુ આપી દેવા જાવ છું તેમ જણાવ્યું

(4:49 pm IST)