Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

આ ટનલ આર્થીક વિકાસનો દ્વાર : નરેન્દ્રભાઈ

ઝોજીલાથી પસાર થવા ૩:૩૦ કલાકને બદલે સુરંગ બનતા ૧૫ મીનીટ લાગશેઃ રણનીતિની દ્રષ્ટીએ ટનલ સેના માટે અતિ મહત્વપૂર્ણઃ કિશનગંગા વીજળી પરીયોજના, શ્રીનગર રીંગ રોડ, જમ્મુ રીંગ રોડ તથા તારકોટ માર્ગના ઉદ્ઘાટન- શીલાન્યાસ કરતા વડાપ્રધાન

નવી દિલ્હી, તા.૧૯ :  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે  શનિવારનાં રોજ રાજનૈતિક દ્રષ્ટિથી જમ્મુ અને કાશ્મીરમાં જોજિલા ટનલનો શિલાન્યાસ કર્યો હતો. આશરે ૬,૮૦૦ કરોડ રૂપિયાની કિંમતે બાંધવામાં આવેલી આ ટનલ એશિયાની સૌથી લાંબી બાય-પાસ વે ટનલ છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે નિવેદન આપતાં જણાવ્યું હતું કે, આ ટનલનાં નિર્માણને કારણે શ્રીનગર-કારગિલ-લેહ વચ્ચેનાં ૧૨ માસની રોડ લિંકને મદદ કરશે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શ્રીનગરને લેહ-લદાખ ક્ષેત્ર સાથે જોડતી એશિયાની સૌથી લાંબી ટુ-લેન ઝોજિ લા સુરંગ પરિયોજનાનો શિલાન્યાસ કર્યો હતો. આ પહેલા તેઓ સીએમ મહેબૂબા મુફ્તી સાથે લેહમાં બૌદ્ઘ ધર્મગુરૂ ૧૯માં કુશોક બકુલા રિંપોશની જન્મ શતાબ્દી ઊજવણીની કલોઝિંગ સેરેમનીમાં સામેલ થયા હતા. મોદીએ કહ્યું- હું પહેલો એવો વડાપ્રધાન હતો જેને મોંગોલિયા જવાનો મોકો મળ્યો હતો. ત્યાંના લોકો ભારત વિશે નથી જાણતા પરંતુ લેહના આધ્યાત્મિક ગુરૂ કુશોક બકુલાને જાણે છે. આ સાથે જ મોદી જમ્મુ તથા શ્રીનગરમાં રિંગ સડક પરિયોજનાઓનો પણ શિલાન્યાસ કર્યો હતો.

મોદીએ કહ્યું, કેન્દ્રની યોજનાઓથી આ ક્ષેત્રની ઇકોનોમીને નવી તાકાત મળશે. ઝોજિ લા ટનલ પ્રોજેકટ ઉન્નત ટેકનોલોજીનું પણ મોટું ઉદાહરણ છે. મને જણાવવામાં આવ્યું છે કે ટનલમાં સાત કુતુબમિનારની ઊંચાઇવાળી વ્યવસ્થા બનાવવામાં આવી છે જેથી અંદરની હવા શુદ્ઘ રહી શકે. કુશોક બકુલાજીએ દિલોને જોડવાનું કામ કર્યું, આ ટનલ બકુલાજીના સપનાઓને પૂરાં કરશે. લેહ-લદાખની મહિલાઓમાં જે સામર્થ્ય છે તે જોવાલાયક છે. દેશની યુનિવર્સિટીએ અધ્યયન કરવું જોઇએ કે આવા દુર્ગમ વિસ્તારો જે ૬-૭ મહિનાઓ માટે દુનિયાથી કપાઇ જાય છે, તે પરિસ્થિતિઓમાં અહીંની માતાઓ અને બહેનો જીવન પણ ચલાવે છે. અર્થવ્યવસ્થા પણ ચલાવે છે, આ દેશ માટે ગૌરવની વાત છે. હું તેમને નમન કરું છું.

લેહ-લદાખમાં દર વર્ષે ૨ લાખ પર્યટકો આવે છે. ૧૨ મહિનાથી કનેકિટવિટીમાં બહુ મોટું કામ થઇ રહ્યું છે. જમ્મુ-કાશ્મીરમાં ૮૦હજાર કરોડના પ્રોજેકટ પર કામ ચાલી રહ્યું છે. તેનો લાભ લેહ-લદાખના વિકાસને પણ મળી રહ્યો છે. અહીંયા કેટલીક એવી ચીજો પેદા થાય છે જે હિંદુસ્તાનના કોઇપણ ખૂણામાં નથી મળતી. આજે લોકો એરોમા થેરપીની દિશામાં જઇ રહ્યા છે. એરોમા લેહનો વારસો છે. આ આખી દુનિયાના બજારોમાં જાય, આ દિશામાં કામ કરીને આપણે તેને આગળ લઇ જઇશું.

બૌદ્ઘ ધર્મગુરૂના જન્મ શતાબ્દીની કલોઝિંગ સેરેમનીમાં સીએમ મહેબૂબા મુફ્તીએ કહ્યું,કે કુશોક બકુલાએ શિક્ષણ ક્ષેત્રે પોતાનું મહત્વનું યોગદાન આપ્યું છે, તે ઉપરાંત લદાખના વિકાસ માટે પણ ખૂબ કામ કર્યું છે. આ સુરંગ આપણી મુસાફરીને વધુ સરળ બનાવશે. જયારે ગડકરીજી મોદીજી સાથે ટનલ પ્રોજેકટ માટે આવ્યા હતા અને કહ્યું હતું કે આ સુરંગને પૂર્ણ થતાં ૭ વર્ષ લાગશે ત્યારે વડાપ્રધાને કહ્યું હતું કે શા માટે ૭ વર્ષ રાહ જોવી. આપણે એવી ટેકનીકનો ઉપયોગ કરીએ કે જેથી આ સુરંગ જલ્દીથી પૂર્ણ થાય. મને આશા છે કે આ સુરંગનું કામકાજ મોદીજીના શાસનકાળ દરમિયાન જ પૂરું થાય. લદાખના વિકાસમાં આ એક નવું કદમ હશે.

રણનીતિની દ્રષ્ટિએ સેના માટે આ સુરંગ ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ૧૪.૨ કિમી લાંબી આ સુરંગનો અંદાજિત ખર્ચ ૬૮૦૯ કરોડ રૂપિયા છે. પરિયોજનાને પૂરી કરવા માટે સાત વર્ષનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. સાથે જ મોદી જમ્મુ-શ્રીનગરમાં રિંગ રોડ પરિયોજના અને જોજિલા સુરંગ સહિત રાજયમાં દ્યણી પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે.

બરફનાં આવરણને કારણે અનેક રસ્તાઓ બંધ હોય છે. જોગિલા પાસ પાર કરવા માટે જરૂરી સમય સાડા ત્રણ કલાકથી ઘટાડીને માત્ર ૧૫ મિનિટ કરવામાં આવશે અને ટ્રાફિક સુલભ અને સુરક્ષિત બનશે. શ્રીનગર અને જમ્મુમાં રીંંગ રોડ પ્રોજકેટ માટે મોદી એ પાયો નાખેલ  અંદાજિત  રૂ.૩,૮૮૪ કરોડ આ પ્રોજેકટ પાછળ ખર્ચ થશે. આ ઇવેન્ટ લીઓનાં કેવ-તાવલમાં યોજાયેલ.

પ્રધાનમંત્રી મોદી શ્રીનગરનાં શેર-એ-કશ્મીર આંતરરાષ્ટ્રીય સંમેલન કેન્દ્રમાં આયોજિત સમારોહમાં શ્રીનગર રિંગરોડનંું શિલાન્યાસ કરેલ.સાથો- સાથ જમ્મુનાં જનરલ જોરાવર સિંહ સભાગારમાં આયોજિત કાર્યક્રમમાં જમ્મુ રિંગરોડની પણ આધારશિલા રાખી હતી.  માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરી પણ આ કાર્યક્રમોમાં હાજર રહેલ.

શ્રીનગર રિંગ રોડ ૪૨.૧ કિ.મી લાંબો હશે. આ પશ્ચિમ શ્રીનગરમાં ગલંદરને સુમ્બલ સાથે જોડશે. આ સાથે જ શ્રીનગરથી કારગિલ અને લેહને માટે એક નવો માર્ગ પણ ઉપલબ્ધ કરાવશે કે જે યાત્રાનાં સમયને ઓછો કરી નાખશે. આનો ખર્ચ ૧,૮૬૦ કરોડ રૂપિયા હશે.

જમ્મુની રિંગરોડ ૫૮.૨૫ કિ.મી લાંબો હશે. આ પશ્ચિમી જમ્મુમાં જગતીને રાયામોડ સાથે જોડશે. આનો ખર્ચ ૨,૦૨૩.૮૭ કરોડ  રૂપિયા હશે. આનાં રસ્તામા ં આઠ મોટા પુલ, છ ફલાઇઓવર, બે સુરંગ અને ચાર ડકટ હશે.

નરેન્દ્રભાઈના જમ્મુ- કાશ્મીરના પ્રવાસને લઈને ત્રિસ્તરીય  સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રાજય સરકારે રમઝાન માસ દરમિયાન સદ્દભાવના રૂપે સર્શત એક તરફથી સંઘર્ષ વિરામની પણ જાહેરાત કરી દીધી છે. આ ઉપરાંત વડાપ્રધાન ૩૩૦ મેગાવોટની ક્ષમતા વાળા કિશનગંગા વીજળી પરિયોજનાનું પણ ઉદ્ઘાટન કરેલ. જેનું સીધુ વડાપ્રધાન કાર્યાલય દ્વારા મોનીટરીંગ કરવામાં આવનાર છે. તેમણે શ્રીનગર સ્થિત ડાલ લેક સ્થિત શેર- એ- કાશ્મીર કન્વેંશ્નલ સેન્ટરથી ઉદ્ઘાટન કર્યુ હતું.

ડાલ લેક આસપાસ કાર્યક્રમના સ્થળ આસપાસ સુરક્ષા વ્યવસ્થા વધુ સખ્ત બનાવાઈ છે અને તે ઉપરાંત બેરીકેટ પણ લગાડવામાં આવ્યા છે કેમ કે અલગતાવાંદીઓ દ્વારા આજે ''લાલ ચૌક ચલો''નું આહવાન આપવામાં આવ્યું છે.

પોલીસ દ્વારા આજે બપોર સુધી કાર્યક્રમ સ્થળ સુધીનો વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતા. રાજય પોલીસના નદી પોલીસ શાખા, સીઆરપીએફ અને બીએસએફને ડાલ લેક ખાતે તૈનાત કરાવામાં  આવ્યા હતો. જયારે સેના જાબેરવા પર્વતની ટોચ ઉપરથી નજર રાખશે જયાં મોદી  પોલીસે સુરક્ષાના ભાગરૂપે શહેરમાં અસમાજીક તત્વોને પકડવા ઠેર-ઠેર દરોડા પણ પાડ્ય હતા.

એકદમ વ્યસ્ત કાર્યક્રમ દરમિયાન નરેન્દ્રભાઈ લેહ ખાતે જોજિલા ટનલનો શિલાન્યાસ કરી લડાખના આધ્યાત્મક નેતા કુશાક બાકુલાની જયંતિના શતાબ્દી વર્ષે યોજાનાર સમારોહને સંબોધીત પણ કરશે. ત્યારબાદ શ્રીનગર ખાતે કિશનગંગા વિજળી પરીયોજનાનું ઉદ્ઘાટન તથા રીંગ રોડનું ખાતમુર્હુત પણ કર્યુ હતુ. ત્યાંથી વડાપ્રધાન જમ્મુ ખાતે રીંગ રોડનું ઉદ્ઘાટન કરી   જમ્મુ કૃષી યુનિર્વસીટીના દીક્ષાંત સમારોહમાં સંબોધન કરી વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડના મેટેરીયલ રોપવે તથા તારકોટ માર્ગનું ઉદ્ઘાટન પણ કરેલ.

 નેશનલ હાઇવે-૧એ પર શ્રીનગર-લેહ ખંડમાં બાલટાલ અને મિનામર્ગને જોડતી આ સુરંગ સમુદ્રતળથી ૧૧,૫૭૮ ફૂટની ઊંચાઇએ આવેલી છે. આ જ સડક પર ગગનગીરમાં ૬.૫ કિમી જેડ મોડ સુરંગનું નિર્માણ ઝડપથી થઇ રહ્યું છે

ટનલમાં લેટેસ્ટ ટેકનોલોજી- ફીચર્સનો સમન્વય

સુરક્ષાના નવા તેમજ લેટેસ્ટ ફીચર્સ સાથે સુરંગમાં વેન્ટિલેશન, વીજપુરવઠો, ઇમરજન્સી લાઇટિંગ, સીસીટીવી, વેરિએબલ મેસેજ સાઇન, ટ્રાફિક લોગિંગ ઇકિવપમેન્ટ, ઓવર હાઇટ વેહિકલ ડિટેકશન, ટનલ રેડિયો સિસ્ટમ જેવા ફીચર્સ હશે. પગપાળા રાહદારીઓ માટે દર ૨૫૦ મીટરમાં રોડ ક્રોસ કરવાની વ્યવસ્થા તથા જયારે મોટર વાહનો માટે દર ૭૫૦ મીટરમાં લે-બાઇ ક્રોસની પાસે બનાવવામાં આવશે.­

(3:45 pm IST)