Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

કોંગ્રેસને લાગ્યું કે તેઓનો એક ધારાસભ્ય ખડી પડયો અને ભારે દોડધામ મચી..પણ

હૈદ્રાબાદ તા ૧૯ : દેશના સૌથી મોંઘા વિસ્તારમાના એક હૈદ્રાબાદના બંજારા હિલ વિસ્તારની હોટલમાં કોંગી ધારાસભ્યોને રખાયા હતા.

બેંગ્લુરમાં કોંગ્રેસ જનતાદળના નવા ધારાસભ્યોને ભાજપ ખેંચી જશે એવો ભયલાગતા હૈદ્રાબાદની લકઝરી હોટલ તાજ ક્રિષ્નામાં રાખવામાં આવ્યા હતા કારણકે પક્ષ કોઇ જોખમ લેવા ન હોતો માંગતો. મુખ્યમંત્રી યેદિયુરપ્પા વિશ્વાસ મત સુધી દરેક ધારાસભ્યોના મોબાઇલ પણ કબજે કરી લેવાયા છે જેથી તેમનો સંપર્ક ના થઇ શકે. દિવસ દરમ્યાન કોંગ્રેસ નેતાઓએ હોટલમાં ગણત્રી કરતા એક ધારાસચ્ય ઓછા જણાયેલ ભારે દોડધામના અંતે સ્વીમીંગ પુલપાસેથી મળી આવેલ.

કોગ્રેસે ધારાસભ્યોને હવાઇ મુસાફરી દ્વારા  કર્ણાટક પાછા લઇઇ જવાનુૅ વિચારેલ, પરંતુ કોઇએ ધ્યાન દોર્યુ કે આપણે એવીએશન ઓથોરીટી પર આધારિત થઇ જઇઅ જેમાં ફલાઇટ મોડી કે ડાઇવર્ટ પણ કરવામાં આવેે આથી બસમાં મુસાફરી નક્કી કરવામાં આવી તેનો સમય પણ  વિધાનસચા સત્ર ૧૧ વાગ્યે શરૂ થાય તેની થોડી વાર પહેલા પહોંચાય તેમ નક્કી કરાયો.

કોંગ્રેસ-જેડીએસને તેમના ધારાસભ્યોને સાચવવામાં મુશ્કેલી પડી રહી છે. કોંગ્રેસ-જેડીએસના મુખ્ય મંત્રી પદના દાવેદાર કુમાર સ્વામીએ પત્રકારોને જણાવ્યું કે અમારા બે ધારાસભ્યલને હાઇજેક કરાયા છે જેમાંથી એક અમારા સંપર્કમાં છે અનેે સવારે અમારી સાથે જોડાઇ જશે.

૨૨૪ બેઠકની ધરાસભામાં ૨૨૨ બેઠક પર મતદાન થયેલ જેમાં ભાજપ ૧૦૪ બેઠક સાથે સોૈથી મોટી પાર્ટી છે. ત્યારબાદ કોંગ્રેસ ૭૮, જેડીએસ ૩૭ અને ૩ અપક્ષ છે. કુમારસ્વામી બે બેઠક પરથી જીત્યા હોય બહુમતી માટે તે આંકડો શવે ૧૧૧ છે જો કોઇ ધારાસભ્ય ગેરહાજર ન રહેતો. (૩.૧૫)

(3:36 pm IST)