Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

બ્રિટન શાહી લગ્નના રંગે રંગાયું: પ્રિન્સ હૈરી અભિનેત્રી મેગન મોકર્લ સાથે લગ્નગ્રંથીથી જોડાયા

પ્રિન્સ ચાર્લ્સે મોર્ગનના પિતાની ફરજની ભૂમિકા ભજવીઃ જયારે પ્રિન્સ વિલિયમ બેસ્ટ ફ્રેન્ડ બન્યા : શાહી લગ્નમાં મહેમાનો માટે નિયમો જાહેર કરાયાઃ ઘોડેસવાર ટુકડીનું રીહસર્લ જોવા ઠેર- ઠેર લોકોનો જમાવડો

લંડનઃ પ્રિન્સ હૈરી અને અમેરિકી અભીનેત્રી મેગન મોર્કલના શાહી લગ્નને લઈને બ્રિટનના રાજપેલેસમાં તૈયારીઓને  આખરી ઓપ અપાયો છે. આજે બંન્ને લગ્નના બંધનમાં બંધાઈ જશે. આ શાહી લગ્ન વિન્ડસર કેસલના સેન્ટ જયોર્જ રોપલમાં યોજાનાર છે. અહીં જ પ્રિન્સ ચાર્લ્સે કૈમિલા પાર્કર સાથે ૨૦૦૫માં બીજા લગ્ન કર્યા હતા.

જો કે મેગન મોર્કલના પિતા હૃયની સર્જરી સબબ હાલ અમેરિકામાં જ છે તેથી ગીવીંગ અવે સેરેમનીમાં પ્રિન્સ ચાર્લ્સ મોર્ગનને પાદરી પાસે લઈ જશે. સામાન્ય રીતે આ  રીવાજ પિતા દ્વારા નિભાવવામાં આવતો હોય છે. આ લગ્ન પ્રસંગને વધુ જાજરમાન બનાવવા માટે નવયુગલ માટે એક ખાસ કાર ડીઝાઈન કરવામાં આવી છે. આ કારની છત ઉપર બ્રિટીશ અને અમેરિકી ઝંડા પણ લગાડવામાં આવશે. ઉપરાંત કારના ગ્લવ બોકસમાં ''મેગન હૈરીને પ્રેમ કરે છે'' તથા ''પ્રેમ જ સર્વસ્વ છે જે તમારે જોઈએ'' લખાયેલું હશે.

લગભગ ૧ કલાક ચાલનાર શાહી લગ્ન બાદ નવયુગલ ૧૯મી સદીની બગીમાં સવાર થઈ જુની ગલીઓમાં ફરશે. આ બગીને ખેંચવા માટે વીન્ડસરમાંથી જ ૪ ઘોડા મંગાવવામાં આવ્યા છે. આખો શાહી પરિવાર પણ આ બગીની સાથે જ રહેશે.

બ્રિટનના શાહી પરિવારના પ્રિન્સ હેરી અને મેગન માર્કલનાં લગ્ન આજે થશે. શાહી પરિવાર દ્વારા જણાવ્યાનુસાર આ શાહી લગ્નમાં મેગનના પિતા થોમસ માર્કલ હાર્ટ સર્જરીના કારણે હાજર નહીં રહી શકે. તેથી હેરીના પિતા પ્રિન્સ ચાર્લ્સ મેગનના પિતા તરીકેની તમામ વિધિઓ કરાવશે. બીજી તરફ પ્રિન્સ વિલિયમ નાના ભાઇ પ્રિન્સ હેરીના બેસ્ટ ફ્રેન્ડની ભૂમિકામાં રહેશે. લગ્નમાં ૧ હજારથી વધુ મહેમાનો હાજરી આપશે. દુનિયાભરના ૪૦ રાજાઓને આમંત્રિત કરાયા છે. ચર્ચની અંદર મુખ્યત્વે ૧૦ જ રાજાઓ રહેશે, જેમાં એલિઝાબેથના ફાધર હેનરી આઠમા અને જયોર્જ છઠ્ઠા પણ હશે.

શાહી લગ્ન માટે મુંબઇના એક પરિવારને વિશેષ આમંત્રણ મળ્યું છે. ૩૮ વર્ષની બિયંકા લૌજદો, એલન માટે આ કોઇ સપનું સાકાર થવા બરાબર છે. બંને ૧૦ વર્ષના પુત્ર સાથે લંડન પહોંચી ગયાં છે. ૧૯૮૧માં એલન ૨ વર્ષના હતા ત્યારે પિતાને પ્રિન્સ ચાર્લ્સ અને ડાયેનાનાં લગ્નમાં હાજર રહેવાની તક મળી હતી. મેકઅપ આર્ટિસ્ટ બિયંકાએ જણાવ્યું કે ૨૦૧૧માં તે પ્રિન્સ વિલિયમનાં લગ્ન પ્રોફેશનલ કમિટમેન્ટ્સના કારણે એટેન્ડ કરી શકી નહોતી પણ આ વખતે શાહી લગ્ન કોઇ પણ સંજોગોમાં મિસ કરવા નથી ઇચ્છતી. હું આશા રાખું છું કે અમારી જેમ દીકરા હેડનને ભવિષ્યમાં પ્રિન્સ જયોર્જનાં લગ્નમાં મહાલવાની તક મળશે.

મેગન માર્કલ ૨૦૧૧માંઅમેરિકી એકટર-પ્રોડ્યુસર સાથે લગ્ન પણ કરી ચૂકી છે. જોકે, ૨ વર્ષ બાદ તેના ડિવોર્સ થઇ ગયા હતા. શાહી પરિવારના સભ્યો માટે ડિવોર્સી સાથે લગ્ન કરવા પર સેંકડો વર્ષો સુધી પ્રતિબંધ હતો. આ નિયમના કારણે પ્રિન્સ હેરીના પરદાદાએ રાજગાદી પણ છોડવી પડી હતી જયારે હેરીના દાદી એલિઝાબેથ દ્વિતીયની નાની બહેન માર્ગારેટે આ કારણથી જ પોતાનાં લગ્નનો નિર્ણય બદલવો પડ્યો હતો.

પ્રિન્સ હેરી અને મેગનનાં લગ્ન પ્રસંગે મુંબઇના ડબાવાળા પણ એક સ્પેશિયલ ગિફ્ટ આપવાની તૈયારીમાં છે. ૫ હજાર ડબાવાળા શાહી યુગલને મહારાષ્ટ્રીયન ગિફ્ટ આપવાના છે. તેઓે મીઠાઇ પણ વહેંચશે. પ્રિન્સ હેરીના પિતા પ્રિન્સ ચાર્લ્સે તેમનાં લગ્નમાં ડબાવાળાઓને પણ બોલાવ્યા હતા.

બ્રિટનના પ્રિન્સ હૈરી અને અમેરિકન એકટ્રેસ મેગન માર્કલ શનિવારે વિન્ડસર કેસલ ખાતે પરિવારજનો અને પસંદગીના આમંત્રિતોની ઉપસ્થિતિમાં લગ્નગ્રંથિથી જોડાશે. આ પ્રસંગે અમૃતસરના આર્ટિસ્ટ જગજોત સિંઘ રુબલે શાહી યુગલનું સુંદર પેઇન્ટિંગ તૈયાર કર્યું છે. જગજોત આ પેઇન્ટિંગ પ્રિન્સ ચાર્લ્સ અને મેગનને વેડિંગ ગિફ્ટ તરીકે મોકલવા ઇચ્છે છે.

બીજી તરફ વિન્ડસરમાં ઉત્સવનો માહોલ જામ્યો છે. સશસ્ત્ર દળોની ઘોડેસવાર ટુકડીએ શુક્રવારે ફુલ ડ્રેસ પરેડ રિહર્સલ કર્યું હતું, જે નિહાળવા ભીડ જામી હતી. ઠેર-ઠેર શાહી પરિવારની ચાહક મહિલાઓ યુનિયન ફ્લેગ ઓઢીને અને માથે ક્રાઉન સાથે ફોટા પડાવતી પણ જોવા મળી તો વિન્ડસરની ગિફ્ટ શોપ્સમાં શાહી લગ્નની યાદગીરીરૂપ વસ્તુઓ (મેમોરેબિલિઆ)નું પણ ધૂમ વેચાણ થઇ રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે રોયલ પરિવારનો ઠાઠ સૌથી અલગ જ હોય છે, તેઓ પોતાના નિયમો કયારેય તોડતા નથી. આ જ કારણ છે કે સમારોહમાં હાજર રહેનારા મહેમાનોએ પણ નિયમોનું પાલન કરવું પડશે.

રોયલ વેડિંગમાં આવતાં મહેમાનોએ ખાસ ધ્યાન રાખવું કે તેઓ લગ્નસ્થળે મોબાઇલ કે કેમેરો સાથે લઇને ન આવે, સમગ્ર હોલમાં માત્ર ફોટોગ્રાફર જ હશે, તે જ ફોટો કિલક કરી શકશે. વેડિંગહોલમાં પ્રવેશતા પહેલા મહેમાનોએ પોતાના ફોન-કેમેરા જમા કરાવવા પડશે.

શાહી લોકો તેના કપડાને લઇને કોઇ બાંધછોડ કરતાં નથી, ખાસ કરીને કોઇ ઇવેન્ટ કે લગ્ન પ્રસંગમાં, રાજકુમારના લગ્નમાં આવતા મહેમાનોએ ડ્રેસ કોડનું ખાસ પાલન કરવાનું રહેશે, લગ્નમાં મેન ઇન ફોર્મલ, વુમન ઇન ગાઉન જ ડ્રેસ કોડ નક્કી કરાયો છે. તો મહિલાઓને હેટ લગાવવાની સલાહ આપવામાં આવી છે. જો કે હેટ લગાવવું ફરજીયાત નથી.

જયાં લગ્ન સમારોહ યોજાનાર છે તે ચર્ચથી ૩ કિમી દૂર ચેકિંગ પોઇન્ટ હશ, અહીં દરેક મહેમાનોનું ચેકિંગ થશે, ફોન-કેમેરા જમા કરાવવા પડશે, ગાડી પણ અહીં જ પાર્ક કરવી પડશે. એટલે અહીંથી ૩ કિમી સુધી મહેમાનોએ પગપાળા ચાલીને જવું પડશે, આથી મહેમાનોને સૂચના આપવામાં આવી છે કે પોતાની સાથે વધારે વજનવાળો સામાન લઇને ન આવે.

કોઇ ગિફ્ટ નહીં, ચેરિટી કરજોઃ મહેમાનોએ હેરી-મેગન માટે કોઇ ગિફ્ટ લાવવાની સ્પષ્ટ મનાઇ છે, ગિફ્ટના બદલે રોયલ ફેમિલીએ ૭ ચેરિટી સંસ્થાઓનું લિસ્ટ જાહેર કર્યું છે, લોકોને અનુરોધ કરાયો છે કે તેઓ રોયલ કપલને ગિફ્ટ આપવાને બદલે આ સંસ્થાઓને દાન કરે.

અન્ય કેટલાક નિયમો પર નજર કરીએ તો મહેમાનોને સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે તેઓ પોત-પોતાની સીટ પર બેસી રહે, ખાસ કરીને સીટ માટે પરસ્પર ચર્ચા કે ઝઘડો કરવો નહીં. તો સૌથી મહત્વનું કે કવીન એલિઝાબેથને મળવા કે તેની સાથે ફોટો પડાવવાના પ્રયાસ કરવો જ નહીં, મહેમાનોને જણાવાયું કે કવીનના પ્રોટોકોલનું પાલન કરવું. તો રીવાજ પ્રમાણે લગ્ન બાદ દુલ્હન પોતાના હાથમાં રહેલા ફુલના ગુલદસ્તાને ઉછાળે છે, મહેમાનોને અનુરોધ કરાયો કે આ ગુલદસ્તાને પકડવાનો પ્રયાસ કરવો નહીં.

પ્રિયંકા ચોપડા- સેરેના ખાસ મહેમાન

આ શાહી લગ્નમાં ભારતીય અભીનેત્રી પ્રિયંકા ચોપડા અને અમેરિકી ટેનીસ ખેલાડી સેરેના વિલીયમ્સ ખાસ હાજર રહેશે

૩૬વર્ષની અભિનેત્રી મેગન ડીવોર્સી છેઃ પ્રિન્સ હૈરી ૩૩ વર્ષના

ટીવી સીરીયલ સુટ્સમાં મુખ્ય ભૂમિકા ભજવી લોકપ્રિય થનાર મેગન માોર્કલે ૨૦૧૧માં નિર્માતા ટ્રેવર અંજેલસન સાથે લગ્ન કરેલ પણ આ લગ્ન જીવનનો ૨૦૧૩માં અંત આવેલ. બન્નેની ૨૦૧૬માં એક કોમન મિત્રના ઘરે મુલકાત થયેલ. થોડા સમય બાદ રસોઈ બનાવતી વખતે પ્રિન્સ હૈરીએ મેગનને પ્રપોઝ કરેલ અને મેગને લગ્ન માટે હા પાડેલ

(1:16 pm IST)